બારડોલીઃ 20 વર્ષના યુવકે 23 વર્ષની પરીણિતા સાથે બાંધ્યા સેક્સ સંબંધ, દોઢ વર્ષ ભોગવીને લેવડાવ્યા ડિવોર્સ, પછી શું કર્યું ?
પંકજ શારીરિક સંબધ દરમિયાન તેણીની બીભત્સ ક્લિપ પણ ઉતારતો હોવાનો આરોપ પણ યુવતીએ લગાવ્યો છે. અંગે બારડોલી પોલીસે તપાસ કર્યા બાદ બુધવારના રોજ પંકજ પાસવાન વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાતનો અને બળાત્કારનો ગુનો નોંધી પંકજ પાસવાનની ધરપકડ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતી પંકજના સંબંધો હોવાની જાણ યુવકના પરિવારને પણ હતી. જો કે છૂટાછેડા થઈ ગયા બાદ પંકજ પાસવાન ફરી ગયો હતો. દરમિયાન તે લગ્ન માટે બિહાર જતો હોવાનું યુવતીને માલૂમ પડતાં તેણે બારડોલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી.
પંકજે યુવતીને લગ્નની લાલચ આપીને પોતાના પતિ સાથે છૂટાછેડા લેવાનું જણાવ્યું હતું. બીજી તરફ યુવકને પોતાનું સર્વસ્વ લૂંટાવી ચૂકેલી તેની વાતોમાં આવી ગઈ હતી અને દોઢ વર્ષના પ્રેમસંબંધ પછી પરિણીતાએ પતિ સાથે ગત અઠવાડિયે રાજીખુશીથી છૂટાછેડા લઈ લીધા હતા. તેમને લગ્ન પછી એક દીકરો પણ છે, જે હાલ તેના પતિ પાસે રહે છે. પરંતુ છૂટાછેડા પછી યુવતીને પસ્તાવાનો વારો આવ્યો છે.
એટલું જ નહીં, પંકજે યુવતીને ફોસલાવીને 1 લાખની કિંમતના દાગી અને રોકડા રૂ.20 હજાર પણ પડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પંકજ યુવતીના લગ્ન પછી તેના ઘરે અવર-જવર કરતો હતો. આથી પતિ-પત્ની વચ્ચે વિખવાદ હોવાનું તેને જાણવા મળ્યું હતું. જેનો લાભ લઈને તેણે યુવતીને ભોગ બનાવી હતી.
કારણ કે, છૂટાછેડા પછી યુવતીએ પંકજને લગ્ન કરવાનું જણાવ્યું હતું. જોકે, પંકજે મોઢું ફેરવી લીધું હતું અને લગ્ન કરવા ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, તેણે છૂટાછેડા લેવા માટે કહ્યું જ નથી, તેમ કહી યુવતીને ધુત્કારી હતી. આથી પરિણીતાએ બારડોલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસે તપાસ પછી પંકજ સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
બારડોલીઃ બાબેન ગામની એક પરિણીતાને યુવક સાથે પ્રેમસંબંધ અને પછી તમામ હદો વટાવી દીધા પછી યુવકને પામવા માટે પતિને છૂટાછેડા આપી દીધા હતા. જોકે, પરિણીતાને લગ્નનું વચન આપનાર યુવક ફરી જતાં છૂટાછેડા લેનાર યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં યુવકની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, બાબેન ગામની શુગર કોલોનીમાં રહેતા પંકજ રામ આશીભાઈ પાસવન (ઉ.વ. 20)ને દોઢ વર્ષથી તેના જ ગામની પરણીત યુવતી સાથે પ્રેમસંબંધ હતો. 23 વર્ષીય યુવતીના લગ્ન મહુવા તાલુકાના આમચક ગામે થયા હતા. લગ્ન પછી વારંવાર પતિ સાથે ઝઘડો થતો હતો. તેનો લાભ લઈને પંકજે પ્રેમજાળમાં ફસાવી યુવકે તેની સાથે સુંવાળા સંબંધો બાંધ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -