સુરતના બિઝનેસમેનની હત્યા, પત્નીનો પ્રેમી જ નિકળ્યો હત્યારો, પત્નીની પણ સંડોવણી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાર્લેપોઈન્ટ સરગમ શોપીંગ સેન્ટરની સામે આવેલી સર્જન સોસાયટી ખાતે રહેતા લૂમ્સના કારખાનેદાર દિશીત હીતેશભાઈ જરીવાલાની તેમના જ ઘરમાં બેડરૂમમાં ચપ્પુના સાત ઘા ઝીંકી અને ગળું કાપી ક્રુરતા પુર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ ઘરમાં ઘુસી તેમની પત્ની વેલ્સીના દાગીના લૂંટી લીધા બાદ વેલ્સી અને પુત્રીને બાથરૂમમાં પુરી દીધા બાદ દિશીત જરીવાલાને પહેલા માળે બેડરૂમમાં લઈ જઈ ત્યા તેમની હત્યા કરી નાસી છુટ્યા હતા.
સુરતઃ સુરતમાં થયેલી બિઝનેસમેન દિશીત જરીવાલાની હત્યાના કેસમાં મોટો ધડાકો થયો છે અને દિશીતના હત્યારા તેની પત્નિ વેલ્સીનો પ્રેમી સુકેતુ હોવાનું બહાર આવ્યું છે. સુકેતુ અને તેના ડ્રાઈવરે મળીને દિશીતની હત્યા કરી નાંખી હતી. બંને મુંબઈ ભાગી રહ્યા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા. સુકેતુ અને વેલ્સી લગ્ન પહેલાંથી પ્રેમમાં હતાં પણ તેમનાં લગ્ન થઈ શક્યાં નહોતાં. બંનેએ લગ્ન કર્યાં હતાં પણ પોતપોતાની લગ્નજીવનથી સંતોષ ના થતાં બંનેના સંબંધો પાછા બંધાયા હતા. આ અંગેની વધુ વિગતો જાણવા માટે આ વેબસાઈટ જોતા રહો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -