✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વાસનાંધ વેલ્સી અને સુકેતુની કામલીલાઃ લગ્ન પછીય વાસનાંધ વેલ્સી પ્રેમીને હોટલમાં મળવા જતી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jul 2016 10:09 AM (IST)
1

સુરતઃ ચકચારી દિશીત મર્ડર કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. દિશીતની હત્યા લૂંટ કે અંગત અદાવતમાં નહીં, પરંતુ પત્ની વેલ્સીના લગ્ન પહેલાંથી ચાલી રહેલા પ્રેમ સંબંધને કારણે થઈ હોવાનું સામે આવ્યું છે. ખૂદ પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને પ્લાન પ્રમાણે દિશીતની ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી. જોકે, પોલીસે મગરના આંસુ સારતી વેલ્સીની પોલ ખોલી નાંખી છે, ત્યારે વેલ્સી અને સુકેતુની કામલીલાના અનેક રહસ્યો પરથી પણ પડદો ઉઠી ગયો છે. તો આવો જાણીએ કેવી રીતે વેલ્સી અને સુકેતુની કામલીલા ચાલતી હતી અને કેવી રીતે ઘડ્યો હતો દિશીતની હત્યાનો પ્લાન. આગળ વાંચો ક્યાં થતી વેલ્સી અને સુકેતુની મુલાકાત, કઈ જગ્યાએ થતી કામલીલા

2

પોલીસ સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે, સુકેતુ અને વેલ્સી જ્યારે જ્યારે મોકો મળે ત્યારે હોટલ પ્રિન્સમાં મુલાકાતો ગોઠવતા હતા. પ્રિન્સ હોટલમાં મહિનામાં 10થી 12 વખત બંનેની મુલાકાતો થતી હતી. આમ, બંનેને એકબીજા વગર રહેવું મુશ્કેલ લાગતું હતું. જોકે, વેલ્સીને દીકરી ફિયાનાનો વિચાર આવતાં બંને ભાગી જવાનું માંડી વાળતા હતા. તેમણે બે મહિના પહેલા જ ભાગી જવાનો પ્લાન કર્યો હતો, પરંતુ સાસરીવાળા દીકરી નહીં આપે, તેવા ભયથી વિચાર માંડી વાળ્યો હતો

3

દિશીત પોતાના કારખાને જતો રહે પછી વેલ્સી મોટાભાગે ઘરમાં એકલી પડી જતી હતી. આ સમયે પ્રેમી સુકેતુને મળવા માટે તે સાસુને પિયરમાં જવાનું કહીન સ્કૂટી લઈને ઘરેથી ચાલી જતી હતી. આ પછી સ્કૂટી ક્યાંક પાર્ક કરીને સુકેતુને બોલાવી લેતી હતી. સુકેતુ આવતાં બંને સુકેતુની કારમાં બેસીને ડુમસ ફરવા માટે નીકળી જતા હતા.

4

સુકેતુ મામાનો દીકરો હોવાથી વેલ્સી સાથે પરિવારે લગ્ન કરાવવાની ના પાડી દીધી હતી. આ પછી વેલ્સીના દિશીત સાથે લગ્ન થઈ ગયા હતા. જ્યારે સુકેતુના પણ અન્યત્ર લગ્ન થઈ ગયા હતા. જોકે, બંનેના લગ્નજીવનમાં ટૂંક સમયમાં કડવાસ આવી ગઈ હતી. દરમિયાન બંને સોશિયલ મીડિયાથી ફરીથી નજીક આવ્યા હતા અને પછી તો બંનેની ફોન પર વાતો અને પછી મુલાકાતો શરૂ થઈ ગઈ હતી. આગળ વાંચો ક્યાં થતી વેલ્સી અને સુકેતુની મુલાકાત, કઈ જગ્યાએ થતી કામલીલા

5

આ પછી બંનેના મિલનમાં કાંટો બની રહેલા દિશીતને જ મારી નાંખવાનું વેલ્સી અને સુકેતુએ વિચાર્યું હતું. એક મહિના પહેલા દિશીતની હત્યાનો પ્લાન ડુમસની હોટલ પ્રિન્સમાં સુકેતુ અને વેલ્સીએ ઘડ્યો હતો અને આ પછી કાવતરાને અંજામ આપ્યો હતો.

6

આ સિવાય પણ બંને કઈ કઈ જગ્યાએ મળતા હતા, તે અંગે પોલીસ તપાસમાં વિગતો બહાર આવશે. પોલીસ રિમાન્ડ મળ્યા પછી પૂછપરછ દરમિયાન આ વિગતો બહાર આવી શકે છે.

  • હોમ
  • સુરત
  • વાસનાંધ વેલ્સી અને સુકેતુની કામલીલાઃ લગ્ન પછીય વાસનાંધ વેલ્સી પ્રેમીને હોટલમાં મળવા જતી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.