સુરતઃ સગીરાને રાતે ઘરે બોલાવી યુવકે હાથ-પગ બાંધી પરાણે માણ્યું સેક્સ, પરિવારને ખબર પડતાં શું થયું?
સુરતઃ શહેરના ભટાર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય યુવકે પાડોશમાં રહેતી સગીરા પર બળાત્કાર ગુજારતાં ભારે ચકચાર મચી ગઈ છે. સગીરાના પરિવારજનોએ યુવકને ડુમસ રોડ પર વાતચીત માટે બોલાવી માર માર્યો હતો અને પછી પોલીસને સોંપી દીધો હતો.
આ સમયે પ્રિયાના માતા-પિતા અને પરિવારના સભ્યો ઘરમાં સૂતા હતા. જેથી પ્રિયા ઘરનો દરવાજો બહારથી લોક કરીને સોસાયટી પાસે રહેતા સાગરના ઘરે ગઈ હતી. અહીં સાગર તેને પોતાના ઘરમાં લઈ ગયો હતો અને તેના હાથ-પગ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.
બીજી તરફ ઉમરા પોલીસે પહોંચી બન્ને પક્ષોને પોલીસ સ્ટેશને લાવી હતી. જો કે ઘટના ભટાર વિસ્તારના આઝાદનગર નજીકની હોવાથી પોલીસે પરિવારજનોના નિવેદનો લઈ ફરિયાદ કરવા માટે ખટોદરા પોલીસમાં મોકલી આપ્યા હતા. પ્રિયા પર બળાત્કાર ગુજારનાર સાગર વરાછાની ખાનગી હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન છે.
રાતે પરત ફરેલી સગીરાએ ઘરે માતા-પિતા અને પરિવારના સભ્યોને તેના પર સાગરે બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. આથી કિશોરીના પરિવારજનોએ અને યુવક અને તેના પિતાને ડુમસ રોડ પર વાત કરવા માટે બોલાવ્યા હતા. જ્યાં તેણે બળાત્કાર કર્યો હોવાની કબૂલાત કરતાં લોકોએ તેને ત્યાં જ માર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, 24 વર્ષના સાગર વરાછાની અને તેની પાડોશમાં રહેતી ધોરણ-10માં અભ્યાસ કરતી સગીરા ફેસબૂકથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. તેમજ તેમની મિત્રતા આગળ વધી હતી. મંગળવારે રાતે એક વાગ્યાની આસપાસ સાગરે પ્રિયા(નામ બદલ્યું છે)ને ફોન કરીને બોલાવી હતી.