સુરતના 12 કરોડના તોડના કેસમાં આ ટોચના પાટીદાર નેતાની ગમે ત્યારે થશે ધરપકડ, જાણો વિગત
સીઆઈડી ક્રાઈમ દ્વારા 2009થી લઇને અત્યાર સુધીમાં કરાયેલા બિટકોઇન ખરીદ-વેચાણના પુરાવા 150 જીબી ડેટા નેટ ખંખોળીને શોધવામાં આવ્યાં છે પુરાવાના આધારે સીઆઈડી ક્રાઇમ દ્વારા એસપી જગદીશ પટેલની ધરપકડ કરાઈ છે. આ જ રીતે હવે કોટડિયાની ધરપકડની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ સુરતના 12 કરોડના બિટકોઈન તોડ કેસમાં સીઆઈડી ક્રાઈમે ગઈ કાલે મોડી રાતે અમરેલીના એસપી જગદીશ પટેલની ધરપકડ કરી છે ત્યારે હવે બીજાં પણ કેટલાંક મોટાં માથાંને પકડીને અંદર કરાય તેવી શક્યતા છે. આ મોટાં માથાંમાં એક નામ ગુજરાતના રાજકારણમાં જાણીતા પાટીદાર નેતાનું છે.
નલિન કોટડિયાનો બે દિવસથી મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોટડિયા તેમના જૂના મતવિસ્તાર ધારીમાં પણ નથી અને તેના કારણે ફરાર થયા હોય તેવી શક્યતા છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ પાસે કોટડિયા સામે પુરાવો હાવોનું પણ મનાય છે.
આ કેસમાં નલિન કોટડિયાના ભત્રીજા સંજય કોટડિયાની એક વખત પૂછપરછ કરાઈ છે. સંજય કોટડિયાને ફરીથી બોલાવવામાં આવી શકે છે. નલીન કોટડિયા અંગે તપાસ ચાલી રહી છે અને તેમને ગમે ત્યારે બોલાવાશે. કોટડિયાને પણ આ વાતનો સંકેત મળી ગયો હોય તેમ નલિન કોટડિયા બે દિવસથી સંપર્ક વિહોણા છે.
સુરતના વકીલ કેતન પટેલે પોતાની પૂછપરછમાં કબૂલ્યું છે કે, પોતે આ તોડના મામલે ભૂચપૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા અને એસપી જગદીશ પટેલના સતત સંપર્કમાં હતો. આ કબૂલાતના આધારે CID ક્રાઈમે જગદીશ પટેલની અટકાયત કરીને પછી ધરપકડ કરી છે. આ જ રીતે હવે કોટડિયાનો પણ વારો આવશે.
આ કેસમાં હવે પછી ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાટીદાર નેતા નલિન કોટડિયાનો વારો આવે તેવી શક્યતા છે. સીઆઈડી ક્રાઈમ નલીન કોટડીયાની પૂછપરછ થવા તરફ તપાસ આગળ વધી રહી છે. શરૂઆતના તબક્કામાં તેમની પૂછપરછ કરાય ને પછી તેમને પણ ધરપકડ કરીને જેલભેગા કરાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -