✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઇન્ટરનેશનલ સ્તરની સુવિધાઓ ધરાવતી કિરણ હોસ્પિટલ અંદરથી લાગે છે આવી, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Apr 2017 11:47 AM (IST)
ઇન્ટરનેશનલ સ્તરની સુવિધાઓ ધરાવતી કિરણ હોસ્પિટલ અંદરથી લાગે છે આવી, જુઓ તસવીરો
1

2

3

4

કિરણ હોસ્પિટલમાં એર અમ્બ્યુલન્સ ઉતારવા માટે 13માં માળે ટેરેસ પર હેલિપેડ બનાવવામાં આવ્યું છે. દર્દીને હેલિકોપ્ટર અથવા એર એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં હેલિપેડ પર ઉતારવામાં આવશે.

5

સુરતઃ સુરતના કતારગામ વિસ્તારમાં સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા દેશની અતિ આધુનિક સવલતોથી સજ્જ કિરણ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી દ્ધારા આજે આ હોસ્પિટલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. 13 માળ અને હેલિપેડ ધરાવતી કિરણ હોસ્પિટલ 500 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે. અહીં રજૂ કરવામાં આવેલી હોસ્પિટલની તમામ તસવીરો કિરણ હોસ્પિટલની વેબસાઇટ પરથી લેવામાં આવી છે.

6

533 બેડની આ હોસ્પિટલમાં 113 બેડ આઈસીયુમાં છે. જ્યારે 33 જેટલા બેડ મેડિકલ વિભાગમાં બનાવવામાં આવ્યા છે. એક ઈમરજન્સી વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં 11 બેડ રાખવામાં આવ્યા છે. જ્યારે 28 બેડ ઓપરેશન થિએટરમાં બનાવવામાં આવ્યા છે.

7

કિરણ હોસ્પિટલ ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની અતિ અદ્યતન હોસ્પિટલ છે. જેમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હાઈટેક સાધનો અને સુવિધાઓ છે. કિરણ હોસ્પિટલ 17 હજાર સ્કવેર ફૂટ જગ્યામાં બનાવવામાં આવી છે. જેમાં આશરે 10 લાખ સ્કવેર ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું છે. 59 મીટર ઉંચા બિલ્ડીંગમાં 13 માળ છે. જ્યારે 22 લિફ્ટ મૂકવામાં આવી છે. બે એસ્કેલેટર છે જેથી ઓપીડીમાં આવતા દર્દીઓને ચડવા-ઉતરવામાં તકલીફ નહીં પડે.

  • હોમ
  • સુરત
  • ઇન્ટરનેશનલ સ્તરની સુવિધાઓ ધરાવતી કિરણ હોસ્પિટલ અંદરથી લાગે છે આવી, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.