સુરત મર્ડર કેસઃ વાસનાંધ સુકેતુએ વેલ્સીની માસૂમ દીકરી સામે જ કરી હતી દિશીતની હત્યા
ધીરેન્દ્ર મોદી રીસોર્ટ આવ્યા પછી તેણે પોતાના લોહીવાળા કપડા બદલી નાંખ્યા હતા. આ પછી તે સુરત પરત આવી ગયો હતો. હવે પોલીસ આજે આખી ઘટનાનું રિકન્ટ્રક્શન કરે તેવી શક્યતા છે. પોલીસ તપાસમાં બે ચપ્પુ વડે દિશીતની હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે ગઈ કાલે ઉભરાટ મોદી રીસોર્ટમાં પણ તપાસ કરી હતી. જ્યાંથી પોલીસે ધીરેન્દ્રને સાથે રાખીને દિશીતના લોહીવાળા કપડા શોધી કાઢ્યા હતા. ધીરેન્દ્રએ સુકેતુના કપડા રૂમમાં છૂપાવ્યા હતા. પોલીસે આ કપડા પણ કબ્જે લીધા છે. પોલીસ તપાસમાં ધીરેન્દ્રએ કબૂલ્યું છે કે, દિશીતની હત્યા પછી ધીરેન્દ્ર સુકેતુને તેના ઘરે મુકવા ગયો હતો. આ પછી તે મોદી રીસોર્ટ પરત ફર્યો હતો. આગળ વાંચો મોદી રીસોર્ટ આવ્યા પછી શું થયું
દિશીત જરીવાલાની હત્યા કેસમાં ઉમરા પોલીસે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે સુકેતુ અને ધીરેન્દ્રની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. દિશીતની હત્યા પછી ધીરેન્દ્રએ બૂટ અને ફોન અલથાણની ખાડીમાં ફેંકી દીધા હતા. પોલીસે તેની સાથે રાખી તપાસ કરતાં એક બૂટ મળી આવ્યું હતું. તેમજ લાંબી શોધખોળ પછી વેલ્સીનો મોબાઇલ પણ કબ્જે લીધો હતો. આગળ વાંચો સુકેતુએ લોહીવાળા કપડા ક્યાં સંતાડ્યા હતા.
સુરતઃ સુરતના ચકચારી દિશીત હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ગત સોમવારે (27 જૂન)એ રાત્રે સુકેતુ મોદી અને ધીરેન્દ્રસિંહ ચૌધરીએ સાથે મળીને ઠંડા કલેજે દિશીત જરીવાલાની હત્યા કરી નાંખી હતી. આ હત્યા કરવામાં આવી ત્યારે વેલ્સી તો સામે હતી જ, પરંતુ આ નરાધમોએ હત્યા કરી ત્યારે વેલ્સીની માસૂમ દીકરી ફિયોના પણ ત્યાં જ હતી. માસૂમ બાળકીને નજર સામે જ તેમણે ક્રુરતા પૂર્વક દિશીતની હત્યા કરી નાંખી. આગળ વાંચો હત્યા પછી શું થયું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -