સુરત બાળકી કેસમાં મોટો ખુલાસોઃ આરોપીના બાળકીની માતા સાથે પણ હતા સંબંધ
સાથે જ એ પણ ખુલાસો થયો હતો કે આરોપી માતા અને તેની પુત્રીને 35 હજારમાં ખરીદીને લાવ્યો હતો. આરોપીએ 10 દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાનો પણ ખુલાસો થયો છે. સાથે એ પણ માહિતી સામે આવી છે કે આરોપીએ બાળકીના ગુપ્તભાગો પર ઈજા પહોંચાડી હતી.. આરોપીએ બાળકીને બંધક બનાવી ઢોર માર્યો હતો. સમગ્ર ઘટનાના મુખ્ય આરોપી હર્ષ સાંઈની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રેલવે ટિકિટના આધારે ઝડપી પાડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત: સુરતના ચકચારી બાળકી પર બળાત્કાર અને બાદમાં હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ પૂછપરછમાં આરોપી હર્ષ સાંઇએ કબૂલાત કરી હતી કે તેને બાળકની માતા સાથે સંબંધો હતા. હર્ષસાંઇએ કબૂલાત કરી હતી કે બાળકીની હત્યા કરી તેના એક દિવસ અગાઉ તેની માતા સાથે કતરાર થઇ હતી. જેનાથી ગુસ્સે થઇને બીજા દિવસે તેણે પ્રથમ બાળકીની હાજરીમાં તેની માતાની હત્યા કરી હતી અને બાદમાં બાળકીનું ગળુ દબાવીને હત્યા કરી હતી.
હર્ષસાંઈ રામરાજ ગુર્જર સુરતના ભેસ્તાનમાં આવેલી સોમેશ્વર સોસાયટીમાં રહેતો હતો. બાળકી અને તેની માતાની હત્યા બાદ તે પોતાના વતન રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના ગંગાપુર તાલુકાના કુનકુરાખુર્દ ગામે ભાગી ગયો હતો. પોલીસે તેને ત્યાંથી ઝડપી લીધો હતો.
નોંધનીય છે કે 11 વર્ષીય બાળકીની લાશ પાંડેસરામાંથી મળી આવી હતી. પોલીસે ભારે મહેનત બાદ તેની ઓળખ મેળવી શકી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી હર્ષસાંઇ સુધી પહોંચી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપી હર્ષસાંઈ ગુર્જરની રાજસ્થાનથી ધરપકડ કરી છે અને હાલ તેને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -