સુરત બાળકી રેપ-મર્ડર કેસ: આરોપી બાળકી અને તેની માતાને કેમ સુરત લાવ્યો હતો, જાણો વિગત
સુરત: સુરતના ચકચારી બાળકી પર બળાત્કાર અને હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપી હર્ષસાંઈ ગુર્જરની રાજસ્થાનથી ધરપકડ કરી છે અને હાલ તેને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે લવાયો છે. નરાધમ હર્ષસાંઈ રામરાજ ગુર્જર (રહે. સોમેશ્વર સોસાયટી, ભેસ્તાન, સુરત)ને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તેના વતન રાજસ્થાન સવાઈ માધોપુર જિલ્લાના ગંગાપુર તાલુકાના કુનકુરાખુર્દ ગામેથી ઝડપી લીધો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં હર્ષ સાંઈએ જ માસૂમ બાળકીની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગભગ ત્રણેક દિવસ અગાઉ સુરત શહેર પોલીસના પાંડેસરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને આ પ્રકરણમાં મહત્વની હકીકત હાથ લાગી હતી. તે સમયે જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટેકનીક્લ સર્વેલન્સની ત્રણ ટીમ પણ સુરત પોલીસ સાથે તપાસમાં જોડાઇ હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પાસે રહેલા અત્યાધુનિક સાધનોએ પાંડેસરા પોલીસની હકીકતને નક્કર સ્વરૂપ આપ્યું હતું.
સુરત પોલીસે 9 એપ્રિલે મળેલી મહિલાની લાશ કમભાગી બાળકીની માતાની છે કે નહીં? તે જાણવા ડીએનએ પરીક્ષણ માટે તજવીજ હાથ ધરી છે. પાંડેસરાની કમભાગી બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમને ઝડપી પાડવા સુરત પોલીસના અધિકારીઓ અને 400થી વધુ જવાનો દિવસ-રાત કામ કરી રહ્યાં હતાં.
પોલીસ કમિશ્નર સતીષકુમાર શર્માના જણાવ્યા મુજબ સુરત પોલીસ બાળકી ઉપર બળાત્કાર થયો છે કે કેમ? કોણે બળાત્કાર ગુજાર્યો છે? હર્ષ સાંઈની સાથે અપરાધમાં કોણ સામેલ હતું? શું માતા-બાળકીને સેક્સ રેકેટના ભાગરૂપે લવાયા હતા? બાળકીની હત્યા કેમ કરવામાં આવી? તેમજ પાંડેસરા પોલીસને બુડીયા ચોકડી પાસેથી જ મહિલાની કહોવાયેલી લાશ મળી તે બાળકીની ગુમ થયેલી માતાની છે કે કેમ? તે અંગે હર્ષસાંઇની પૂછપરછ કરવામાં આવશે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ દરમિયાન મળેલી હકીકતો-પુરાવાના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને ગુજરાત લાવવામાં આવ્યો છે. સુરત પોલીસ હર્ષસાંઈનો કબજો મેળવ્યા બાદ આ બનાવમાં રહસ્ય સર્જી રહેલા વિવિધ પ્રશ્નોનો જવાબ મેળવવા કવાયત હાથ ધરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, હર્ષ સાંઈ કમભાગી બાળકી અને તેની માતાને 15 માર્ચના રોજ રાજસ્થાનથી સુરત લાવ્યો હતો અને 1 એપ્રિલથી 6 એપ્રિલની વચ્ચે પોતાની સાઈટ ઉપર બંનેને કામ ઉપર રાખ્યા હતા. જોકે 6 એપ્રિલના રોજ તે બાળકીની લાશ ફેંકી આવ્યો હતો અને 16 એપ્રિલે પોતાના ઘરનો સામાન લઈ પત્ની બાળકો સાથે વતન જતો રહ્યો હતો.
પાંડેસરા રેપ-મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનથી ઝડપી લીધેલા હર્ષસાંઇ ગુર્જરે બાળકીની હત્યા કેમ કરી? તેની સાથે કોણ સામેલ હતું? તે અંગે સુરત પોલીસ તેનો કબજો મેળવ્યા બાદ પૂછપરછ કરશે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી લીધી છે.
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરતના પાંડેસરાની કમભાગી બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમ હર્ષસાંઇ રામરાજ ગુર્જરને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તેના વતન રાજસ્થાન સવાઇ માધોપુર જિલ્લાના ગંગાપુર તાલુકાના કુનકુરાખુર્દ ગામેથી ઝડપી લીધો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં હર્ષ સાંઈએ જ માસૂમ બાળકીની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -