✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વાસનાંધ વેલ્સીએ જામીન મેળવવા માટે સુકેતુ સાથેના સેક્સ સંબંધોના ઈન્કાર પછી ખેલ્યો ક્યો નવો દાવ ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Oct 2016 12:58 PM (IST)
1

વેલ્સીના વકીલ કીરીટ પાનવાલાએ દલીલ કરી છે કે આ કેસમાં ચાર્જશીટ થઈ ગઈ છે અને જામીન મળે એ માટેનો પ્રથમ દર્શનીય કેસ છે. વેલ્સીને જામીન મળે એ માટે તેમણે એવો મુદ્દો ઉભો કર્યો છે કે વેલ્સી અને સુકેતુ બંને મામા-ફોઇનાં ભાઈ-બહેન છે અને તેમની વચ્ચે સેક્સ સંબંધના કોઈ પુરાવા નથી.

2

ચાર્જશીટમાં વેલ્સી અને સુકેતુની ક્રૂરતા બતાવતા ક્રાઇમસીનના 80 ફોટોગ્રાફ્સ, સુકેતુ-ડ્રાઇવરની મૂવમેન્ટના ક્રાઇમ એન્ડ કંટ્રોલ રૂમમાંથી લીધેલા 19 ફોટો અને કેમેરાના 13 ફૂટેજ મૂક્યા છે. તપાસ દરમિયાન કાવતરું રચી દિશીતની હત્યા કરાઇ અને ત્યાર બાદ પુરાવા નાશ કરાયાનું બહાર આવતાં પોલીસે તેની કલમ ઉમેરી હતી.

3

પોલીસે એવી દલીલ પણ કરી છે કે ગુનાની ગંભીરતા ધ્યાનમાં લેવાય તો એક સ્ત્રી અને પત્ની હોવા છતાં આરોપી વેલ્સીએ હત્યાનું કાવતરું ઘડી ગુનો આચર્યો છે. ગુનાનો પર્દાફાશ થયા બાદ દરેક પતિને પોતાની પત્ની માટે શંકા ઉપજાવે એવી નકારાત્મક અસર સમાજમાં થઈ છે. જે સમગ્ર સ્ત્રી જાતિ માટે લાંછનરૂપ છે.

4

સુરતઃ સુરતના ચકચારી દર્શિત જરીવાલા હત્યાકાંડમાં દર્શિતની પત્નિ વેલ્સીએ હવે નવો દાવ ખેલ્યો છે. પોતાના પિતરાઈ ભાઈ સાથેના સેક્સ સંબંધોના કારણે પતિની હત્યા કરનારી વેલ્સીએ જામીન મેળવવા માટે પોતાની માસૂમ દીકરીને આગળ ધરી દીધી છે.

5

વેલ્સીએ પુત્રીના ભવિષ્યની ચિંતા દર્શાવી જામીનની કરેલી માંગણી સામે સરકાર પક્ષે જણાવ્યું છે કે, માત્ર પુત્રીનું કારણ આગળ ધરી દેવાથી જામીન આપી દેવા જરૂરી નથી. પતિની હત્યા બાદ આરોપી જેલમાં છે અને ત્યારથી દીકરીની સંભાળ આરોપી વેલ્સીના માતા-પિતા ખૂબ સારી રીતે રાખી રહ્યા છે.

6

આ ઉપરાંત વેલ્સીને ગુનામાં સાકળતાં તમામ પુરાવા મળ્યા છે. ત્રણેય આરોપીઓએ ખૂબ જ ઠંડા કલેજે હત્યાને અંજામ આપ્યો છે. આવા ગંભીર ગુનામાં આરોપીઓને જામીન આપવા ન જોઈએ. પોલીસે સજ્જડ પુરાવા સાથે કોર્ટમાં 238 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.

7

વેલ્સીએ પોતાને જામીન આપવા એવી દલીલ કરી છે કે પોતાની બાળકી માતા વગરની થઈ ગઈ છે, પિતાનું પણ મોત થઈ ગયું છે જેથી બાળકી હિજરાઈ રહી છે. સરકાર પક્ષે જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, એક સ્ત્રી ક્રૂર બને તો કઇ હદે જઇ શકે તેનું જીવંત ઉદાહરણ આ હત્યાકાંડ છે.

  • હોમ
  • સુરત
  • વાસનાંધ વેલ્સીએ જામીન મેળવવા માટે સુકેતુ સાથેના સેક્સ સંબંધોના ઈન્કાર પછી ખેલ્યો ક્યો નવો દાવ ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.