✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બિન્દાસ વેલ્સીએ હસતાં હસતાં કહ્યુઃ મને ફાંસી આપી દો, જાણો બીજું શું શું કહ્યું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jul 2016 10:58 AM (IST)
1

પોલીસે વેલ્સીની પૂછપરછ શરૂ કરી ત્યારે પણ વેલ્સી એકદમ સ્વસ્થ રીતે જવાબ આપતી હતી. પોલીસ સ્ટેશનમાં હત્યાના આરોપસર નહીં પણ આંટો મારવા આવી હોય એ રીતે હસતાં હસતાં બિન્દાસ જવાબ આપતી હતી. રીઢા અપરાધીની જેમ તે વર્તતી હતી તે જોઈ પોલીસને પણ આઘાત લાગ્યો હતો.

2

સુરતઃ સુરતમાં થયેલી બિઝનેસમેન દિશીત જરીવાલાની હત્યા તેની પત્નિ વેલ્સીના પ્રેમી સુકેતુએ પોતાના ડ્રાઈવર સાથે મળીને કરી નાંખી હતી. આ હત્યા કેસમાં દિશીતની પત્નિ વેલ્સીની પણ ધરપકડ કરાઈ છે. વેલ્સીને પોતાના જ પિતરાઈ ભાઈ સાથે સેક્સના સંબંધો હતા.

3

વેલ્સીને ઉમરા પોલીસ સ્ટેશનમાં લવાઈ ત્યારે તેનું વલણ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પતિની ક્રૂર રીતે હત્યા કરીને તેને બહુ આનંદ થયો હોય તેવા તેના ચહેરાના હાવભાવ હતા. પતિ દિશીતની હત્યાનો તેના ચહેરા પર જરાયે અફસોસ દેખાતો ન હતો.

4

પોલીસે વેલ્સીને આ અપરાધની ગંભીરતા તેને ખબર છે તેવું પૂછ્યું ત્યારે પણ તેણે બિન્દાસ એવો જવાબ આપ્યો હતો કે, ‘ મને હવે તમે મોતની સજા આપી દો, ફાંસીએ ચડાવી દો, બીજું શું ? મેં કામ જ એવું કર્યું છે કે જેનાથી મને હવે કોઈ માફ નહીં કરે.

5

વેલ્સીએ સુકેતુ સાથે મળીને દિશીતની હત્યાનું પહેલાં પણ બે વાર પ્લાનિંગ કર્યું હતું. વેલ્સીએ પોલીસની ઉલટતપાસમાં બેશરમ બનીને આ વાતની કબૂલાત કરી હતી. તેણે પોલીસને કઈ રીતે પહેલાં હત્યાનો પ્રયત્ન કર્યો ને કેમ એ વખતે નહોતા ફાવ્યા તેની વિગતો પણ બિન્દાસ આપી હતી

6

વેલ્સીએ કબૂલ્યું કે અગાઉ હત્યાની યોજના ઘડી ત્યારે રેકી દરમિયાન લોકોની વધુ અવર-જવર હોવાથી હત્યા કરવામાં આવી ન હતી. ફરી દિશીતને મારવાની યોજના એટલે નહોતી સફળ થઈ કે દિશીત સમયસર ઘરે આવ્યો નહોતો અને ફેક્ટરી પર રોકાઈ ગયો હતો.

  • હોમ
  • સુરત
  • બિન્દાસ વેલ્સીએ હસતાં હસતાં કહ્યુઃ મને ફાંસી આપી દો, જાણો બીજું શું શું કહ્યું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.