Gmail Data Leak: તાજેતરમાં એક સાયબર સુરક્ષા પ્લેટફોર્મે એક મોટો ડેટા લીકનો ખુલાસો કર્યો હતો, જેમાં આશરે 183 મિલિયન ઇમેઇલ એકાઉન્ટ્સ અને તેમના પાસવર્ડ્સ ઓનલાઇન લીક થયા હતા. આ માહિતી સાયબર સુરક્ષા પ્લેટફોર્મ Have I Been Pwned દ્વારા શેર કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, આ ડેટા એપ્રિલ 2025માં ગૂગલના સર્વર્સમાંથી સીધી હેકિંગ મારફતે નહીં, પરંતુ એક infostealer malware અટેકથી ચોરાઈ ગયો હતો.
માલવેર મારફતે ચોરી કરાયેલ ડેટા
માહિતી અનુસાર, 21 ઓક્ટોબર, 2025ના રોજ HIBP એ Synthient Stealer Log Threat Data નામનો ડેટાસેટ ઉમેર્યો, જેમાં આશરે 183 મિલિયન અનન્ય ઇમેઇલ સરનામાં અને તેમના પાસવર્ડ્સ છે. આ ડેટા Synthient LLC દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં Gmail યુઝર્સ સામેલ છે.
HIBPના સ્થાપકે જણાવ્યું હતું કે આ ડેટા અલગ અલગ ડિવાઈસમાં infostealer malware મારફતે ચોરાઈ ગયો હતો. આ પ્રકારનો માલવેર ફક્ત લોગિન ક્રેન્ડેશિયલ્સ જ નહીં પરંતુ બ્રાઉઝર કૂકીઝ અને ઓન્થેટિકેશન ટોકન પણ ચોરી શકે છે, જેનાથી હેકર્સ પાસવર્ડ વિના પણ તમારા એકાઉન્ટને ઍક્સેસ કરી શકે છે.
તમારું એકાઉન્ટ હેક થયું છે કે નહીં તે કેવી રીતે શોધવું
તમારા ઇમેઇલ લીક થયા છે કે નહીં તે તમે સરળતાથી ચકાસી શકો છો. તમારે ફક્ત https://haveibeenpwned.com/ ની મુલાકાત લેવાની છે અને તમારું Gmail ID દાખલ કરવાની છે. જો તમારી વિગતો લીક થઈ ગઈ હોય તો વેબસાઇટ તમને સૂચિત કરશે.
તમારા Gmail એકાઉન્ટને કેવી રીતે સુરક્ષિત કરવું?
પ્રથમ એક નવો, મજબૂત પાસવર્ડ બનાવો જેમાં મોટા અક્ષરો (A-Z), નાના અક્ષરો (a-z), સંખ્યાઓ અને સ્પેશ્યલ કેરેક્ટર પણ સામેલ હોય છે.
ત્યારબાદ ગૂગલની Security Checkup સર્વિસ મારફતે અજાણ્યા ડિવાઈસ, એપ્લિકેશનો અને એક્ટિવિટીને પણ ચેક કરો
ફક્ત OTP જ નહીં, પણ હાર્ડવેર સિક્યોરિટી અથવા પાસ કીનો પણ યુઝ કરો.