નવી દિલ્હીઃ કોરોનાકાળમાં (Covid-19) મોબાઇલ ખરીદવો આસાન નથી. લૉકડાઉનના કારણે લોકોનુ બજેટ બગડી ગયેલુ છે, પરંતુ આ બધાની વચ્ચે તમારા માટે એક સારા સમાચાર છે, ચીની સ્માર્ટફોન મેકર કંપની વીવોએ (Vivo) પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન વીવો વી20 2021 (Vivo V20 2021)ની કિંમત (Phone Price Reduced) ઘટાડી દીધી છે. ફોન 2,000 રૂપિયા સસ્તો થઇ ગયો છે. આ ફોનને 24,990 રૂપિયાની કિંમત સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો હતો, હવે કિંમત ઘટ્યા બાદ આ ફોન 22,990 રૂપિયામાં મળી રહ્યો છે. વીવો ઇન્ડિયાની વેબસાઇટ પર આ ફોનને ઓછી કિંમત સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. જાણો ફોનમાં શું શું છે ખાસ........


આ છે સ્પેશિફિકેશન્સ.....
Vivo V20 ફોનમાં 6.44 ઇંચની ફૂલ એચડી AMOLED ડિસ્પ્લે આપવામા આવી છે, ફોનમાં ફનટચ ઓએસ 11 વિધ એન્ડ્રોઇડ 11 આપવામાં આવી છે. ફોન ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 720G પ્રૉસેસર વાળો છે. ફોન બે વેરિએન્ટ 8GB + 128GB અને 8GB + 256GB માં લૉન્ચ કરવામાં આવ્યો છે. આને એક TB સુધી વધારી શકાય છે. સિક્યૂરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે. 


કેમેરા....
Vivo V20ના કેમેરાની વાત કરીએ તો આ ફોનનો કેમેરો એકદમ શાનદાર છે. ફોનમાં 44 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. જે સેગમેન્ટ ફર્સ્ટ આઇ-ઓટો ફોકસ એલ્ગૉરિધમની સાથે આવે છે. આમાં સ્ટાન્ડર્ડ 32 મેગાપિક્સલ કેમેરાથી 37.5 ટકા વધુ પિક્સલ મળશે. ફ્રન્ટ કેમેરામાં આર્ટ પોર્ટ્રેટ વીડિયો, સ્લૉ-મૉશન સેલ્ફી વીડિયો, 4k સેલ્ફી વીડિયો અને ઓરા સ્ક્રીન લાઇટની સાથે સુપર નાઇટ સેલ્ફી 2.0 જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. ફોન ડ્યૂલ વ્યૂ વીડિયો ફિચર વાળો છે. જેનાથી એક જ સમયે ફ્રન્ટ અને રિયર બન્ને કેમેરાથી રેકોર્ડિંગ કરી શકાય છે.  


Realme 7 pro સાથે છે ટક્કર.... 
Vivo V20 SEની ટક્કર Realme 7 pro સાથે છે. રિયલમીનો આ ફોન પણ દમદાર કેમેરા અને પ્રૉસેસર વાળો છે. આમાં પણ કંપનીએ ઓક્ટાકૉર સ્નેપડ્રેગન 720G પ્રૉસેસર આપ્યુ છે. સાથે  6GB અને 8GB રેમ આપવામાં આવી છે. Realme 7 Proના 6GB રેમ અને 128GB ઇનબિલ્ટ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 19,999 રૂપિયા છે. વળી 8GB રેમ અને 128GB સ્ટૉરેજની કિંમત 19,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે.