Jio Cheapest Recharge Plan: જિઓએ હાલમાં જ તેના યૂઝર્સ માટે ઘણાબધા પ્લાનમાં ફેરફાર કર્યા છે. ઉપરાંત, નવા વર્ષ નિમિત્તે 2025 રૂપિયાનો સસ્તો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે, જે 200 દિવસની લાંબી વેલિડિટી આપે છે. પ્લાન મોંઘા હોવા છતાં, Jio પાસે ઘણા પ્રીપેડ પ્લાન છે જેમાં યૂઝર્સને ઓછી કિંમતે લાંબી વેલિડિટી મળે છે. કંપની પાસે 70 દિવસની વેલિડિટી સાથેનો સસ્તો પ્લાન છે. Jioનો આ પ્લાન 70 દિવસની વેલિડિટી સાથે BSNLના પ્લાન કરતાં ઘણી રીતે સારો છે. આવો, ચાલો જાણીએ Jio અને BSNLના 70 દિવસના સસ્તા પ્લાન વિશે...


Jio નો 70 દિવસવાળો પ્લાન - 
Jioનો આ પ્રીપેડ પ્લાન 666 રૂપિયાની કિંમતે આવે છે. આ પ્લાનમાં ઉપલબ્ધ ફાયદા વિશે વાત કરીએ તો, યૂઝર્સને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમીટેડ ફ્રી કૉલિંગનો લાભ મળે છે. આ સિવાય યૂઝર્સને આ પ્રીપેડ પ્લાનમાં નેશનલ રૉમિંગ તેમજ દૈનિક 1.5GB હાઇ સ્પીડ ડેટાનો લાભ મળશે. આ રીતે, Jioના આ પ્લાનમાં યૂઝર્સને કુલ 105GB ડેટાનો લાભ મળશે. આ સિવાય આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS આવે છે. ઉપરાંત યૂઝર્સને Jio TV, Jio Cinema અને Jio Cloudની ઍક્સેસ મળશે.


BSNL નો 70 દિવસવાળો પ્લાન - 
સરકારી ટેલિકૉમ કંપનીના 70 દિવસના પ્રીપેડ પ્લાન માટે તમારે માત્ર 197 રૂપિયા ખર્ચવા પડશે. BSNLના આ પ્લાનમાં યૂઝર્સને પહેલા 18 દિવસ સુધી સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર કૉલ કરવા માટે અનલિમિટેડ ફ્રી કૉલિંગનો લાભ મળશે. વળી, આ પ્લાન ફ્રી નેશનલ રૉમિંગ સાથે આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને પહેલા 18 દિવસ માટે દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટા મળશે. આ સિવાય તમને 18 દિવસ સુધી દરરોજ 100 ફ્રી SMSનો લાભ મળશે.


જો આપણે Jio અને BSNLના 70 દિવસના પ્લાન પર નજર કરીએ તો, યૂઝર્સને BSNLની સરખામણીમાં Jioના પ્લાન માટે ત્રણ ગણી વધુ રકમ ખર્ચવી પડે છે. જોકે, જો આપણે ફાયદા વિશે વાત કરીએ તો Jioના પ્લાન તેના યૂઝર્સને BSNL કરતા વધુ લાભ આપે છે. BSNL પ્લાનમાં યૂઝર્સને 18 દિવસ પછી કૉલિંગ અથવા ડેટા માટે ટોપ-અપ રિચાર્જ કરાવવું પડશે. જોકે, જો યૂઝર્સ BSNL નંબરનો ઉપયોગ સેકન્ડરી મોબાઈલ નંબર તરીકે કરે છે તો આ પ્લાન તેમના માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે.


આ પણ વાંચો


Tech Tips: સ્માર્ટફોન બની જશે 'ભંગાર' જો તાત્કાલિક ના સુધારી આ 5 ભૂલો તો..., જાણી લો