Best 5G Smartphone : ભારતમાં 5G લૉન્ચ થયા બાદથી કેટલાય યૂઝર્સ નવા સ્માર્ટફોન ખરીદતી વખતે એવુ જરૂરર ચેક કરી રહ્યાં છે કે, સ્માર્ટફોન 5G છે કે નહીં....જોકે, 5Gના નામ પર કોઇપણ ફોન ખરીદી લેવો એકદમ મૂર્ખામીભરેલો નિર્ણય સાબિત થઇ શકે છે. કેમ કે માત્ર 5G ફોન હોવાથી કામ નથી ચાલતુ. કેટલાય બીજા ફેક્ટર પણ હોય છે, જેને તમારે ખાસ ધ્યાનમાં રાખવા જોઇએ. અમે અહીં તમને કેટલાક એવા જ ફેક્ટર બતાવી રહ્યાં છીએ, જેને કોઇપણ 5G સ્માર્ટફોનને બેસ્ટ બનાવે છે, 5G ફોન ખરીદતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે. નહીં તો તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. 


5G સ્માર્ટફોનમાં શું હોવું જોઇએ ખાસ ?


- હીટ ડિસ્પેશન સિસ્ટમ : -  ફોન હીટ ડિસ્પેશન અને વેપર કૂલિંગ ચેમ્બર જેવા ફિચર્સ વાળો હોવો જોઇએ. આનાથી ઇન્ટરનેટ યૂઝ કરતી વખતે કે ઓનલાઇન ગેમિંગના સમયે હીટ ડિસ્પેશન અને વેપર કૂલિંગ ચેમ્બર જેવા ફિચર્સ તાપમાનને મેઇન્ટેન રાખે છે. આનાથી ફોનનું પરફોર્મન્સ બની રહે છે.


- ફોનની રેમ : - જો તમે ઇચ્છો છો કે તમારો 5G ફોન લાંબા સમય સુધી સારુ પરફોર્મન્સ કરે તો તમે કમ સે કમ 8GB રેમ વાળા 5G સ્માર્ટફોન સિલેક્ટ કરો. ખરેખરમાં, 5G ફોનમાં 4GB અને 6GB ની સાથે તમને થોડાક સમય પછી પ્રૉબ્લમ આવી શકે છે. કેમ કે ફાસ્ટ નેટવર્ક સ્પીડને પ્રૉસેસ કરવા માટે વધુ મેમૉરીનો યૂઝ થાય છે. 


- 5G બેન્ડ સપોર્ટ :  - ભારતમાં 5G સર્વિસ માટે હાલમાં જિઓ, એરટેલ, અને વૉડાફોન-આઇડિયાએ એલાન કર્યુ છે. જાણકારી અનુસાર એરટેલની પાસે 900 MHz (n8), 1800 MHz (n3), 2100 MHz (n1), 3300 MHz (n78) અને 26 GHz (n258) બેન્ડ છે. જોકે, આ સમયે કંપની એન8 અને એન3 બેન્ડનો ઉપયોગ કરી રહી છે. Jio ની પાસે 700 MHz (n28), 3300 MHz (n78) ઉપરાંત 26 GHz (n58) બેન્ડ છે, અને અત્યારે કંપની એન28 અને એન78 બેન્ડનો ઉપયોગ કરી રહી છે. વળી, વૉાડાફોન-આઇડિયાની પાસે 3300 MHz (n78) અને 26 GHz (n258) બેન્ડ છે. આવામાં સમજદારી એ વાતમાં છે જ્યારે તમે 5G ફોન ખરીદો તો આ બેન્ડ્સ પર જરૂર નાંખો. તે જ ફોનને પસંદ કરો, જેમાં વધુમાં વધુ 5G બેન્ડ સપોર્ટ હોય.


- બેટરી : - જો તમે એક 5G ખરીદી રહ્યાં છો, તો ધ્યાન રાખો કે આમાં બેટરી ખપત વધુ થાય છે, આવામાં કમ કે કમ 5000 mAh બેટરી કે તેનાથી ઉપરના ફોનને પસંદ કરો. આ ઉપરાંત ફાસ્ટ ચાર્જિંગ જરૂર જુઓ. જો 44 વૉટ કે તેનાથી ઉપર ચાર્જિંગ સપોર્ટ છે, તો બેસ્ટ ગણાશે.


- હાઇ રિઝૉલ્યૂશન સ્ક્રીન : - સ્ક્રીનના ફિચર્સને જોતા ધ્યાન રાખો કે ફોન હાઇ રિઝૉલ્યૂશન વાળો હોય. તમે એમૉલેડ કે ઓએલઇડી સ્ક્રીન પેનલ તરફ જઇ રહ્યાં છો, તો આની સાથે જ ધ્યાન રાખો કે કેમ સે કમ 90 હર્ટ્ઝ સ્ક્રીન રિફ્રેશ રેટ વાળો ફોન પસંદ કરો. વળી, 120 કે 144 હર્ટ્ઝને બેસ્ટ કહેવામાં આવે છે. 


- ડૉલ્બી ઇન્ટીગ્રેશન :  - ડૉલ્બી ખાસ કરીને સાઉન્ડ માટે જાણીતી છે. જો તમે 5G ફોન લઇ રહ્યા છો, તેમાં પણ જો તમે ફોનને મનોરંજન અને ગેમિંગ માટે ખરીદી રહ્યાં છો, તો પછી ડૉલ્બી ઇન્ટીગ્રેશન જરૂર જુઓ.