Aadhaar Alert: આધાર કાર્ડ આપણા મહત્વના દસ્તાવેજોમાંનો એક છે, જો તેની સાથે કોઈ છેડછાડ થાય તો તમારું બેન્ક એકાઉન્ટ સેકન્ડોમાં ખાલી થઈ શકે છે. ભારત સરકારે આધાર યુઝર્સ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, UIDAI એ આ દિવસોમાં ચાલી રહેલા કૌભાંડો વિશે Twitter (X) પર યુઝર્સને જાણ કરી છે. જો તમને કોઈ પણ પ્રકારનો ઈમેલ કે વોટ્સએપ મેસેજ આવે છે તો સાવચેત રહેજો અને આવા કોઈ મેસેજનો જવાબ ન આપો.
આ મેસેજમાં સ્કેમર્સ વોટ્સએપ, નોર્મલ મેસેજ અથવા ઈમેલ પર ડોક્યુમેન્ટ્સ શેર કરવાનું કહે છે, તેથી તેનો જવાબ આપવાનું ટાળવું જોઇએ. જો તમે તમારું આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવા ઈચ્છો છો, તો તમે સત્તાવાર સાઈટ પર જઈને કરી શકો છો. આ સિવાય તમે તમારા નજીકના આધાર કેન્દ્ર પર પણ જઈ શકો છો.
UIDAI ઈમેલ કે વોટ્સએપ દ્વારા ડોક્યુમેન્ટ્સ માંગતું નથી
UIDAI ના ટ્વિટ (X) મુજબ, તે ક્યારેય તમારા આધારને ઇમેઇલ અથવા WhatsApp પર અપડેટ કરવા માટે તમારા POI/POA દસ્તાવેજો શેર કરવાનું કહેતું નથી. તમારા આધારને myAadhaarPortal દ્વારા ઓનલાઈન અપડેટ કરો અથવા તમારા નજીકના આધાર કેન્દ્રોની મુલાકાત લો. UIDAIએ દસ્તાવેજોના મફત આધાર અપડેટને 14 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવ્યું છે. અગાઉ મફત સેવા ફક્ત 14 જૂન, 2023 સુધી હતી.
આ રીતે આધાર કાર્ડમાં વિગતો અપડેટ/બદલો
- આ માટે સૌથી પહેલા સત્તાવાર આધાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ પર જાવ.
-હવે અહીં તમારો આધાર નંબર અને OTP લખીને લોગ ઇન કરો. તે પછી તમે અપડેટ કરવા માંગો છો તે વિગતો શોધો
-હવે એકવાર તમારું ફોર્મ તપાસો અને સબમિટ કરો.
-ટ્રેકિંગ માટે URN મેળવો. URN એ 14 અંકનો નંબર છે જે આધાર વિગતો અપડેટ કરતી વખતે આપવામાં આવે છે.
-આ પછી જો જરૂરી હોય તો બાયોમેટ્રિક વેરિફિકેશન માટે આધાર એનરોલમેન્ટ પર જાવ.
-હવે તમને સાચી વિગતો સાથે અપડેટેડ કાર્ડ મળશે.