OTT એપ્લિકેશન Netflix એ તાજેતરમાં ભારતમાં પાસવર્ડ શેરિંગ મર્યાદિત કરી છે. નેટફ્લિક્સના આ નિર્ણયને અનુસરતા ટૂંક સમયમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પણ પાસવર્ડ શેરિંગ પર મર્યાદા લાદી શકે છે. કંપની તેના પ્રીમિયમ પ્લાનને માત્ર 4 લોકો સુધી મર્યાદિત કરવા જઈ રહી છે. અત્યારે 10 લોકો અલગ-અલગ ડિવાઇસ પર એક જ એકાઉન્ટમાં લૉગિન કરી શકે છે. પરંતુ મર્યાદા લાદવામાં આવ્યા પછી પ્રીમિયમ એકાઉન્ટ ફક્ત 4 ડિવાઇસ  પર ખોલી શકાય છે.


રોઇટર્સના અહેવાલો અનુસાર, ડિઝની નેટફ્લિક્સના રસ્તે ચાલી રહી છે. મે મહિનામાં નેટફ્લિક્સે 100 થી વધુ દેશોમાં પાસવર્ડ શેરિંગ પર મર્યાદા લાદી હતી. તાજેતરમાં કંપનીએ ભારતમાં પણ મર્યાદા લાદી છે. હવે લોકોએ ઘરની બહાર Netflix વાપરવા માટે સબસ્ક્રિપ્શન ખરીદવું પડશે. તેવી જ રીતે ડિઝની પણ લોકોને એકાઉન્ટ શેરિંગ મર્યાદિત કરીને પોતાનું સબ્સ્ક્રિપ્શન ખરીદવા માટે પ્રોત્સાહિત કરશે. કંપની આ વર્ષના અંત સુધીમાં એકાઉન્ટ શેરિંગ પર મર્યાદા લાદી શકે છે.


ડિઝની એ ભારતની સૌથી લોકપ્રિય OTT એપ છે


ડિઝની પ્લસ હોટસ્ટાર ભારતમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબર ધરાવે છે. ભારતમાં આ એપના 49 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે. કંપની વેબ અને મોબાઈલ બંને પર તેની સેવા આપે છે. મોબાઈલ માટે કંપનીનો પ્લાન 149 રૂપિયાથી શરૂ થાય છે, જેમાં સબસ્ક્રિપ્શન 3 મહિના માટે ઉપલબ્ધ છે. એપનું સબસ્ક્રિપ્શન એક વર્ષ માટે 499 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેવી જ રીતે, પ્રીમિયમ પ્લાન રૂ 899 અને રૂ 1,499 છે. રિસર્ચ ફર્મ મીડિયા પાર્ટનર્સ એશિયાના ડેટા અનુસાર, ડિઝનીના હોટસ્ટારે જાન્યુઆરી 2022 અને માર્ચ 2023 વચ્ચે ભારતના સ્ટ્રીમિંગ માર્કેટમાં 38% વ્યુઅરશિપ મેળવી અને તેને ટોચ પર સ્થાન મેળવ્યું હતું.  તેની સરખામણીમાં  હરીફ નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડિયો પાસે પાંચ ટકા હિસ્સો છે.


Amazon Prime એ Disney પછી ભારતમાં બીજી લોકપ્રિય એપ છે. એપના ભારતમાં 21 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. આ પછી JioCinema ત્રીજા નંબર પર છે. Jio Cinemaના 1.2 કરોડ સબસ્ક્રાઇબર છે.


નેટફ્લિક્સ જ નહીં આ ઓટીટી પ્લેટફોર્મ પણ છે બેસ્ટ 


 
હાલમાં માર્કેટમાં નેટફ્લિક્સ, અમેઝૉનથી લઇને ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર વગેરે એપના માધ્યમથી તમે ઘરે બેઠાં બેઠાં નવી નવી ફિલ્મો અને વેબસીરીઝો જોઇ શકો છો. જોકે, આના માટે તમારે સબ્સક્રિપ્શન કરાવવું પડે છે. પરંતુ આજે અમે તમને એવી કેટલીક એપ્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમને ફ્રીમાં વેબસીરીઝ અને ફિલ્મો જોવાનો લ્હાવો આપી રહી છે, અને તે પણ એકદમ ફ્રી..... .


Mx Player - 
જો તમે એમએક્સ પ્લેયરને વર્ષોથી યૂઝ કરી રહ્યાં છો, તો તમે જાણતા હશે કે એમએક્સ પ્લેયર પહેલા માત્ર ઓફલાઇન વીડિયો પ્લેયર હતુ, પરંતુ 2019થી આ એપને અપડેટ કરવામાં આવી છે, અને હવે આ OTT સર્વિસ પ્રૉવાઇડર બની ગઇ છે. આ એપ અલગ અલગ ભાષાઓમાં કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે, તે પણ ફ્રીમાં, તમે અહીં વેબ સીરીઝથી લઇને લાઇવ ટીવીનો આનંદ માણી શકો છો