AI of Godfather Left Google: તમે બધાએ અત્યાર સુધીમાં ચેટ GPT વિશે સાંભળ્યું જ હશે. આ એક AI ટૂલ છે. AI ટૂલ્સની મદદથી કામ કરવું પહેલા કરતા ઘણું સરળ બની ગયું છે. જ્યારે તમે, અમે અથવા અન્ય તમામ લોકો એકબાજુ AI વિશે ખુબ ઉત્સુક છે, તો બીજીબાજુ એક શખ્સ છે જેને AIને તેની સૌથી મોટી ભૂલ ગણાવી છે. હકીકતમાં, જ્યૉફ્રી હિન્ટનને AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ગૉડફાધર કહેવામાં આવે છે, જેઓએ 2012માં પોતાના બે સાથીઓ સાથે આ ટેક્નોલોજી પર પહેલીવાર કામ કર્યું અને અહીંથી AIનો ઉદય થયો.


ગૂગલમાંથી રાજીનામું આપ્યું
જ્યૉફ્રી હિન્ટને ગૂગલમાંથી રાજીનામું આપી દીધું છે. તેમને એક દાયકા કરતાં વધુ સમય સુધી Googleમાં કામ કર્યું અને AI સંબંધિત ક્ષેત્રમાં યોગદાન આપ્યું. ગૂગલમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યૉફ્રી હિન્ટને કહ્યું કે - AIની શોધ કરવી તેમની સૌથી મોટી ભૂલ હતી. તેમને કહ્યું કે તે પોતાની જાતને સાંત્વના આપે છે કે જો તેને આવું ન કર્યું હોત તો બીજા કોઈએ કર્યું હોત. જ્યૉફ્રી હિન્ટને જણાવ્યું હતું કે આજે કંપનીઓ ચેટ જીપીટી જેવા ટૂલ્સ બનાવવા માટે પાગલ થઈ રહી છે અને આ ક્ષેત્રમાં કૉમ્પીટીશનને રોકવી અશક્ય છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આવા ટૂલ્સ આવ્યા પછી ખોટી માહિતીનું ચલણ ઝડપથી વધશે અને સત્ય શું છે તે કોઈ કહી શકશે નહીં. આ ઉપરાંત જ્યૉફ્રી હિન્ટને કહ્યું કે એ પણ એક મોટો પડકાર હશે કે ખોટા લોકોને AIનો ખરાબ ઉપયોગ કરતા કેવી રીતે અટકાવવામાં આવશે.






ન્યૂરલ નેટવર્ક કર્યુ હતુ ડેવલપ  
ઉલ્લેખનીય છે કે, જેફ્રી હિન્ટન અને તેના સાથીઓએ ન્યૂરલ નેટવર્ક ડેવલપ કર્યુ હતુ, જે હજારો તસવીરોનું વિશ્લેષણ કર્યા બાદ ખુદને કુતરા, બિલાડીઓ અને ફૂલો જેવી સામાન્ય વસ્તુઓની ઓળખ કરવાનું સીખવાડતુ હતુ. આના આધાર પર ચેટજીપીટી અને ગૂગલ બાર્ડનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ, કેમ કે આ ટૂલ પણ ડીપ એનાલાઇઝેસન બાદ વસ્તુઓનની ઓળખ કરે છે.