Apple Back to School Offer: એપલે ભારતમાં વિદ્યાર્થીઓ માટે તેની બહુપ્રતિક્ષિત 'બેક ટુ સ્કૂલ' ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ, જો તમે પસંદગીના મેકબુક, આઈપેડ અથવા આઈમેક ખરીદો છો, તો તમે એરપોડ્સ, એપલ પેન્સિલ અથવા અન્ય એસેસરીઝ (જેની કિંમત 27,900 રૂપિયા સુધી હોઈ શકે છે) મફતમાં અથવા નજીવી વધારાની ચુકવણી પર મેળવી શકો છો. આ ઓફર 17 જૂનથી 30 સપ્ટેમ્બર, 2025 સુધી ભારતના તમામ એપલ સ્ટોર્સ, એપલ ઓનલાઈન સ્ટોર અને એપલ સ્ટોર એપ પર ઉપલબ્ધ છે. આ સાથે, ગ્રાહકોને સ્ટોર અને ઓનલાઈન બંને રીતે એપલ નિષ્ણાતો પાસેથી વ્યક્તિગત માર્ગદર્શન પણ મળશે.

કયા કયાં ડિવાઇસ પર મળી રહ્યો છે ફાયદો

આ ઓફર હેઠળ, દરેક ગ્રાહકને ફક્ત એક આઈપેડ અને એક મેક પર પ્રમોશનલ ઓફરનો લાભ મળશે. જોકે, આ ઓફર આઈપેડ મીની, આઈપેડ 10મી જનરેશન, મેક મીની, મેક પ્રો, મેક સ્ટુડિયો અને રિફર્બિશ્ડ મોડેલ્સ પર લાગુ પડતી નથી.

આઈપેડ એર અને આઈપેડ પ્રો ખરીદવા પર, ગ્રાહકને મફત એપલ પેન્સિલ પ્રો અથવા એરપોડ્સ 4 (બેમાંથી એક) મળશે. મેકબુક એર અથવા મેકબુક પ્રો ખરીદવા પર, ગ્રાહકને મફત એરપોડ્સ 4 (એએનસી સાથે) અથવા મેજિક માઉસ, મેજિક ટ્રેકપેડ અથવા મેજિક કીબોર્ડ મળશે.

બધા ઉપકરણોને એપલની નવી એપલ ઇન્ટેલિજન્સ સુવિધાઓ મળશે જે વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને ઉત્પાદકતામાં મદદરૂપ થશે. આમાં ઇમેજ પ્લેગ્રાઉન્ડ, જેનમોજી અને રાઇટિંગ ટૂલ્સ જેવા સ્માર્ટ ટૂલ્સનો સમાવેશ થાય છે.

આ ઓફર કોણ મેળવી શકે છે?

એપલના મતે, આ ઓફર તે બધા લોકો માટે છે જેઓ ભારતમાં કોઈપણ સરકારી કે ખાનગી શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા છે. આમાં શામેલ છે.

કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે અને તેમના માતાપિતા

કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

કેટલાક કિસ્સાઓમાં, તમારે મફત એક્સેસરીઝ પર ટોપ-અપ રકમ ચૂકવવી પડી શકે છે.

સ્ટોક મર્યાદિત છે, તેથી વહેલા ખરીદી કરવી  જરૂરી છે.

જો તમે વિદ્યાર્થી છો અથવા શિક્ષણ સાથે સંકળાયેલા છો, તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક છે. નવું મેક અથવા આઈપેડ ખરીદો અને એપલની પ્રીમિયમ ભેટ મફતમાં ઘરે લઈ જાવ