Airtel 56 days recharge plan : Airtel એ TRAIના આદેશ બાદ ડેટા વગરના બે પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન 84 દિવસ અને 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. ટેલિકોમ કંપની પાસે 56 દિવસનો જબરદસ્ત રિચાર્જ પ્લાન છે, જેમાં યુઝર્સને દરરોજ 3GB ડેટા અને Amazon Prime Videoના ફ્રી સબસ્ક્રિપ્શન સાથે અનલિમિટેડ કૉલિંગ મળે છે. આ સિવાય કંપની પાસે અન્ય ઘણા લાંબા વેલિડિટી પ્લાન છે, જેમાં યુઝર્સને કોલિંગની સાથે વધુ ડેટાનો લાભ મળે છે. એરટલે પાસે લાંબી વેલિડિટી અને ડેટા માટે પણ ઘણા બધા શાનદાર પ્લાન છે.
એરટેલનો 838 રૂપિયાનો પ્લાન
એરટેલનો આ રિચાર્જ પ્લાન 838 રૂપિયાની કિંમતે આવે છે. આ પ્લાન એવા યુઝર્સ માટે છે જે વધુ ડેટાનો ઉપયોગ કરે છે. આ સસ્તા પ્લાનમાં કંપની આખા ભારતમાં અનલિમિટે કોલિંગ સાથે યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગ ઓફર કરી રહી છે. એરટેલનો આ પ્લાન દરરોજ 3GB હાઇ સ્પીડ ડેટા સાથે આવે છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. આ રીતે યુઝર્સને તેમાં કુલ 168GB ડેટા મળશે.
આ સિવાય એરટેલના આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ તેમજ એમેઝોન પ્રાઇમની મેમ્બરશિપ ઉપલબ્ધ છે. આ સભ્યપદ 56 દિવસ સુધી સક્રિય રહેશે. આ ઉપરાંત, કંપની આ પ્લાનમાં એરટેલ એક્સસ્ટ્રીમ પ્લેનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ઓફર કરે છે, જેમાં 22 થી વધુ OTT એપ્સની ઍક્સેસ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં 5G સ્માર્ટફોન યુઝર્સને અનલિમિટેડ 5G ડેટાનો લાભ આપવામાં આવે છે.
429 રૂપિયાનો પ્લાન
આ સિવાય એરટેલ પાસે 429 રૂપિયાનો રિચાર્જ પ્લાન પણ છે, જેમાં યુઝર્સને દરરોજ 2.5GB હાઇ સ્પીડ ડેટા મળે છે. આ પ્લાન 1 મહિનાની એટલે કે 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ રિચાર્જ પ્લાનમાં, યુઝર્સને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કૉલિંગ સાથે ફ્રી નેશનલ રોમિંગનો લાભ મળશે. એરટેલનો આ પ્લાન અનલિમિટેડ 5G ડેટા સાથે આવે છે. આ ઉપરાંત, વપરાશકર્તાઓને એરટેલ એક્સસ્ટ્રીમ પ્લેનું સબ્સ્ક્રિપ્શન મળે છે. એરટેલની પાસે લાંબી વેલિડિટીના પણ ઘણા બધા પ્લાન છે. સસ્તા રિચાર્જ પ્લાન પણ એરટેલ દ્વારા ઓફર કરવામાં આવે છે.