Airtel Down: ટેલિકોમ કંપની એરટેલના નેટવર્કમાં મોટી સમસ્યાના કારણે લાખો યુઝર્સ પરેશાન છે. કંપનીના યુઝર્સે જણાવ્યું કે તેમનું ઈન્ટરનેટ કામ કરતું નથી. તેઓ કોલ પણ કરી શકતાં નથી. આજે સવારે 10.30 વાગ્યાથી ડાઉનડિટેક્ટર પર નેટવર્ક સમસ્યાઓના અહેવાલો નોંધાયા હતા. ઘણા યુઝર્સના ફોનમાં નેટવર્ક ગાયબ છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું છે કે બ્રોડબેન્ડ કનેક્શનમાં સમસ્યા છે. દેશના ઘણા શહેરોમાં કંપનીની સર્વિસ ડાઉન હોવાનું સામે આવી રહ્યું છે.
લોકો એક્સ પર ફરિયાદ કરી રહ્યા છે
એક્સ પર એક યુઝરે લખ્યું હતું કે એરટેલ બ્રોડબેન્ડ અને મોબાઈલ સર્વિસ બધુ ડાઉન છે. મોબાઈલ અને બ્રોડબેન્ડમાં નેટવર્ક નથી. અન્ય એક યુઝરે સવાલ પૂછતા લખ્યું, શું એરટેલ ડાઉન છે? મારા વાઈફાઈ અને મોબાઈલ બંને પર ઈન્ટરનેટ કામ કરતું નથી.
Downdetector અનુસાર, 46 ટકા લોકોએ એરટેલ સેવાને સંપૂર્ણ બંધ કરવાની જાણ કરી છે, 32 ટકા લોકોએ સિગ્નલ ન હોવાની જાણ કરી છે અને 22 ટકા લોકોએ મોબાઇલ ફોન સંબંધિત ફરિયાદો નોંધાવી છે. બેંગલુરુ અને અમદાવાદ સહિતના ઘણા શહેરોના લોકોએ એરટેલ સેવાઓ ડાઉન હોવાની વાત કરી છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે તેઓ છેલ્લા 60 કલાકથી નેટવર્ક ખરાબ હોવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
હવે જ્યારે ટેલિકોમ કંપનીઓ માત્ર વોઈસ પ્લાન લોન્ચ કરશે, ત્યારે યુઝર્સને તેમના સેકન્ડરી સિમ માટે સસ્તું રિચાર્જ મળી રહેશે. જ્યારે પ્રાથમિક સિમ કાર્ડમાં તેઓ હાલના મોંઘા રિચાર્જ પ્લાનનો ઉપયોગ કરી શકશે. CNBC આવાઝના રિપોર્ટ અનુસાર, ટ્રાઈ ટૂંક સમયમાં આ માટે નવા નિયમો લાવવા જઈ રહી છે, જેથી યુઝર્સ માત્ર વોઈસ અને SMS પેકથી જ પોતાનો નંબર રિચાર્જ કરી શકે. હાલમાં ભારતમાં લગભગ 30 કરોડ 2જી યુઝર્સ છે, જેમને પોતાનો નંબર એક્ટિવ રાખવા માટે મોંઘું રિચાર્જ કરાવવું પડે છે.
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો