Airtel Plans Price Hike: Jio બાદ હવે એરટેલે પણ તેના મોબાઈલ ટેરિફની કિંમતોમાં વધારવાની જાહેરાત કરી છે. વધેલી કિંમતો આવતા મહિને 3 જુલાઈથી લાગુ થશે. એરટેલના આ નિર્ણય બાદ યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે દેશની બંને અગ્રણી ટેલિકોમ કંપનીઓએ એક પછી એક પોતાના પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. આ સિવાય દૈનિક ડેટા પ્લાન અને ડેટા એડ ઓન પ્લાનની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. એટલેકે હવે તમારે જ્યારે એકસ્ટ્રા ડેટાની જરૂર પડશે ત્યારે તમારે હવે ટોપ-અપ કરવા એટલેકે એકસ્ટ્રા ડેટા લેવા પહેલા કરતાં વધારે કિંમત ચૂકવવી પડશે.
એરટેલે આ પ્લાનની કિમતોમાં કર્યો વધારો
એરટેલની જાહેરાત પછી, અમર્યાદિત વૉઇસ પ્લાનમાં 179 રૂપિયાનો પ્રીપેડ પ્લાન હવે 199 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જ્યારે 455 રૂપિયાનો પ્લાન યૂઝર્સને 599 રૂપિયામાં અને 1,799 રૂપિયાનો પ્રીપેડ પ્લાન હવે યૂઝર્સને 1,999 રૂપિયામાં મળશે. આવો અમે તમને એરટેલના કેટલાક પ્લાનની જૂની અને નવી બંને કિંમતોની યાદી બતાવીએ.
પહેલા હવે
રૂ. 265 રૂ. 299
રૂ. 299 રૂ. 349
રૂ. 359 રૂ. 409
રૂ 399 રૂ 449
રૂ 479 રૂ 579
રૂ. 549 રૂ. 649
રૂ 719 રૂ 859
રૂ 839 રૂ 979
રૂ. 2,999 રૂ. 3,599
ડેટા એડ ઓન પ્લાનની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 19 રૂપિયાથી શરૂ થયેલો પ્લાન હવે યુઝર્સને 22 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જેમાં એક દિવસ માટે 1GB ડેટા ઉપલબ્ધ છે. જ્યારે 29 રૂપિયાનો પ્લાન હવે યુઝર્સને 33 રૂપિયામાં અને 65 રૂપિયાનો પ્લાન હવે 77 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ તમામ પ્લાન ની કિમતોમાં વધારો થવાથી યુઝર્સની મુશ્કેલીઓ વધી જવાની છે.
જાણો એરટેલમાં ભાવ વધારાનું કારણ
રિલાયન્સ જિયોની જેમ એરટેલે પણ ટેરિફના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. એરટેલના જણાવ્યા અનુસાર, આ નિર્ણય લેવા પાછળનું કારણ એવરેજ રેવન્યુ પ્રતિ યુઝર (ARPU) વધારવાનું છે. એરટેલે કહ્યું છે કે ભારતમાં ટેલિકોમ કંપનીઓ માટે નાણાકીય રીતે મજબૂત બિઝનેસ મોડલ જાળવવા માટે, સરેરાશ મોબાઇલ આવક પ્રતિ વપરાશકર્તા (ARPU) 300 રૂપિયાથી વધુ હોવી જોઈએ, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.