Airtel Annual Recharge with App: એરટેલે કંપની હવે તેના રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કરી દીધો છે જે આ 3 જુલાઈથી લાગુ થવા જઈ રહ્યા છે. પરંતુ તે પહેલા અમે તમને એક એવી યુક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે એરટેલના રિચાર્જ પ્લાનને ખૂબ જ સસ્તામાં કરાવી શકો છો. તમે નોંધ્યું હશે કે જ્યારે પણ તમે Paytm, Google Pay અથવા PhonePe દ્વારા રિચાર્જ કરો છો, ત્યારે તેમાં તમારી પાસેથી સર્વિસ ચાર્જ તરીકે કેટલાક વધુ પૈસા વસૂલ કરવામાં આવે છે.
જો તમે પણ તમારો સર્વિસ ચાર્જ બચાવવા માંગતા હોવ તો તમે આ Airtel Thanks એપ પર જઈને તમારા પૈસા બચાવી શકો છો. આ એપ તમને કોઈ પણ એકસ્ટ્રા ચાર્જ આપવાથી છુટકારો આપશે. એરટેલે એ પણ જાહેરાત કરી છે કે તેના રિચાર્જ પ્લાન પર કોઈ સર્વિસ ચાર્જ લેવામાં આવશે નહીં. પરંતુ તેના માટે શરત એ છે કે જે કોઈ પણ યુઝર્સ છે તેને તેમનું રિચાર્જ માત્ર Airtel Thanks એપ દ્વારા જ કરવાનું રહેશે. તમે એરટેલ થેંક્સ એપ પર જઈને 3 જુલાઈ પહેલા વાર્ષિક રિચાર્જ કરી શકો છો. આ તમને 3 જુલાઇ પેહલા રિચાર્જ કરાવવા પર જૂના જ ભાવમાં તમામ પ્લાન ઓફર કરી રહ્યું છે.
હવે તમારે કિંમતો વધતા પહેલા કોઈ પણ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ રીતે તમે રિચાર્જ કિંમતોમાં ભારે વધારો ટાળી શકો છો. આ માટે તમારે નીચે આપેલા વાર્ષિક પ્લાનમાંથી રિચાર્જ કરવાનું રહેશે.
તમે વાર્ષિક પ્લાન સાથે રિચાર્જ કરીને આ રીતે પૈસા બચાવી શકો છો
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે એરટેલ 3 જુલાઈ સુધી જૂની કિંમત પર રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. જો તમે 3 જુલાઈ પહેલા વાર્ષિક પ્લાન લો છો, તો તમને આખા વર્ષ માટે સસ્તી કિંમતે પ્લાન મળશે. હાલમાં એરટેલના વાર્ષિક પ્લાનની કિંમત 2 હજાર 999 રૂપિયા છે. આ પ્લાનમાં તમને 365 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જ પેકમાં કંપની તમને દરરોજ 2GB ડેટા ઓફર કરે છે. જો તમે 3 જુલાઈ પછી આ પ્લાન લો છો, તો તમારે 600 રૂપિયા વધુ ચૂકવવા પડશે. માટે 3 જુલાઇ પહેલા આ પ્લાન કરાવવા પર તમે આ 600 રૂપિયા વધારે ચૂકવવાથી બચી શકો છો.