Airtel Recharge Plan: ભારતમાં છેલ્લા એક મહિનાથી ટેલિકોમ કંપનીઓ અને તેમના રિચાર્જ પ્લાન વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. Jio, Airtel અને Vodafone-Idea એટલે કે Vi એ પોતપોતાના પૉસ્ટપેડ અને પ્રીપેડ પ્લાનની કિંમતોમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેના કારણે યૂઝર્સના ખિસ્સા પર મોટી અસર પડી છે.


આ પ્લાનની ખાસ વાત 
જો કે, આ આર્ટિકલમાં અમે તમને એરટેલના આવા જ એક રિચાર્જ પ્લાન વિશે જણાવીશું, જે તમને મોંઘા રિચાર્જ પ્લાનના આ યુગમાં સસ્તા પ્લાનની રાહત આપશે. એરટેલના આ પ્લાનમાં યૂઝર્સને એક જ રિચાર્જ પ્લાનમાં બે સિમનો ઉપયોગ કરવાની તક મળે છે. એટલું જ નહીં આ પ્લાન સાથે એરટેલ યૂઝર્સ એમેઝૉન પ્રાઇમ વીડિયો અને ડિઝની પ્લસ હૉટસ્ટારનો આનંદ પણ લઈ શકશે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલ, ડેટા બેનિફિટ્સ અને બીજા ઘણા ફાયદા મળશે. જાણો અહીં આ ખાસ પ્લાન વિશે. 


એરટેલના આ પ્લાનની કિંમત 699 રૂપિયા છે. આ એરટેલનો ફેમિલી પ્લાન છે, તેથી આ પ્લાન સાથે યૂઝર્સને વધારાનું સિમ એક્સેસ કરવાની તક મળે છે. આ પ્લાન સાથે યૂઝર્સને અનલિમિટેડ STD અને લૉકલ કૉલ કરવાનો લાભ મળે છે. આ સિવાય યૂઝર્સને અનલિમિટેડ રૉમિંગની સુવિધા ફ્રીમાં મળે છે. આ રિચાર્જ પ્લાન સાથે યૂઝર્સને દરરોજ 100 SMSની સુવિધા પણ મળે છે.


બે મુખ્ય ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન  
ડેટા બેનિફિટ્સની વાત કરીએ તો યૂઝર્સને આ પ્લાનમાં 75GB ડેટા મળે છે, જે રૉલઓવર બેનિફિટ્સ સાથે આવે છે. ઘણા બધા ફાયદાઓ ઉપરાંત આ પ્લાનની ખાસ વાત એ છે કે તેની સાથે યૂઝર્સને એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝની પ્લસ હૉટસ્ટારનું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળે છે, જે OTT ઉદ્યોગમાં બે મોટા OTT પ્લેટફોર્મ છે. આ સિવાય યૂઝર્સને આ પ્લાન સાથે Wynk Musicની ઍક્સેસ મળે છે. તમને જણાવી દઈએ કે આ એરટેલનો પૉસ્ટપેડ પ્લાન છે.