WhatsApp Version: જો તમે વૉટ્સએપનો ઉપયોગ કરતાં હોય અને તેમાં પણ ખાસ કરીને અલગ વર્ઝન (અલ્ટરનેટિવ એપ) વાળી વૉટ્સએપ એપનો  ઉપયોગ કરતાં હોય તો તમારા માટે જોખમ છે. વૉટ્સએપનો આ રિપોર્ટ તમારા માટે ખાસ છે. વૉટ્સએપ અત્યારે દુનિયાભરમાં બહુ પૉપ્યૂલર છે, અને તેના કારણે તે ક્રિમિનલ્સનો અડ્ડો પણ બનવા લાગી છે. અવાર નવાર જુદાજુદા વૉટ્સએપ સ્કેમ સામે આવી રહ્યાં છે, હવે વધુ એક વૉટ્સએપ સ્કેમ સામે આવ્યો છે, જેનાથી તમારે બચીને રહેવુ પડશે, જાણો તેના વિશે........... 


ખરેખરમાં ગૂગલ પર વૉટ્સએપની કેટલીય ઓલ્ટરનેટિવ એપ અવેલેબલ છે. જોકે, આ એપ પ્લે સ્ટૉર પર નથી. આ રીતની ઓલ્ટરનેટિવ એપમાં ઓરિજિનલ વાળી એપથી વધુ ફિચર્સ મળે છે. આવામાં લોકો આને ડાઉનલૉડ કરીને તેનો ઉપયોગ કરવાનુ શરૂ કરી દે છે, પરંતુ લોકો એ વાતથી અજાણ રહે છે કે આ રીતની એપથી તેમનો ડેટા અને પ્રાઇવસી બન્ને ખતરામાં આવી જાય છે.


YoWhatsApp - 
સાયબર સિક્યૂરિટી એક્સપર્ટ Kasperskyના એક રિપોર્ટ અનુસાર, આવી એપ્સ યૂઝર્સના ડેટા ચોરી કરી રહી છે. આ રિપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે, YoWhatsApp ના 2.22.11.75 વર્ઝનમાં એક માલવેયર મળી આવ્યો છે. આ યૂઝર્સના ડિવાઇસમાં એક્ટિવ થઇ જાય છે, અને પછી યૂઝરની ડિટલ્સને ચોરવા લાગે છે. આવામાં સાયબર ક્રિમિનલ્સ ક્યાંય પણ બેસીને યૂઝરના એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે.


WhatsAppના MODDED વર્ઝન - 
વૉટ્સએપનું આવુ એક ડુપ્લિકેટ વર્ઝન YoWhatsApp છે. આમાં પણ યૂઝર્સને ઓરિજિનલ વૉટ્સએપની સરખામણીમાં વધારે ફિચર્સ મળી રહ્યાં છે. આનો કારણે આને લોકો ખુબ ઉપયોગ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, વૉટ્સએપ તમે તમારા ફોનમાં ઉપયોગ કરો છો તો આ તમારા ફોનનો પુરેપુરો કન્ટ્રૉલ લઇ લે છે. આ એપમાં Triada Trojan અને બીજા કેટલાય માલવેયર  પણ મળ્યા છે, આ માલવેયર વિના યૂઝરને ખબર પડે કેટલાય પેડ સબ્સક્રિપ્શન શરૂ કરી દે છે. આનાથી તમે રૉડ પર પણ આવી શકે છો.


GB WhatsApp - 
આની સાથે જ, તાજેતરમાં જ સાયબર સિક્યૂરિટી ફર્મ ESET એ પણ પોતાના એક રિપોર્ટમાં કહ્યુ હતુ કે વૉટ્સએપનુ ક્લૉન થર્ડ પાર્ટી અનઓફિશિયલ એપ GB WhatsApp પણ ઇન્ડિયન યૂઝર્સનો ડેટા ચોરી કરી રહ્યો છે. ભારતમાં આ વૉટ્સએપથી પણ ખુબ વધારે યૂઝર્સ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, GB WhatsApp અને અન્ય ડુપ્લિકેટ વૉટ્સએપ એપ થર્ડ પાર્ટી એપથી કે એપીકે ફાઇલથી ઇન્સ્ટૉલ કરવામાં આવે છે.