BSNL Recharge Plan: માર્કેટમાં અત્યારે ટેલિકૉમ વૉર ચાલી રહ્યું છે, દરેક કંપનીઓ પોતાના ગ્રાહકોને વધુમાં વધુ બેનિફિટ્સ સસ્તામાં આપવા માટે હોડમાં લાગી છે. BSNL પાસે ઘણા રિચાર્જ પ્લાન છે, જેમાં યૂઝર્સને અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, ડેટા વગેરેનો લાભ મળે છે. આ સસ્તા પ્લાનને કારણે સરકારી ટેલિકૉમ ઓપરેટરે પ્રાઈવેટ ટેલિકોમ ઓપરેટર્સ Jio, Airtel અને Vodafone Ideaના ઘણા યૂઝર્સ ઉમેર્યા છે. જુલાઈમાં, ત્રણેય ખાનગી કંપનીઓએ તેમના મોબાઇલ પ્લાન મોંઘા કર્યા હતા, જેના કારણે આ કંપનીઓના 1 કરોડથી વધુ યૂઝર્સ ઘટ્યા છે. આ દિવસોમાં BSNL માત્ર સસ્તા રિચાર્જ પ્લાન જ ઓફર કરી રહ્યું નથી પરંતુ તેના નેટવર્ક કવરેજમાં પણ સુધારો કરી રહ્યું છે.
BSNL નું 4G નેટવર્ક
સરકારી ટેલિકૉમ કંપનીએ તાજેતરમાં દેશભરમાં 50 હજાર નવા 4G મોબાઈલ ટાવર લગાવ્યા છે, જેમાંથી 41 હજારથી વધુ ટાવર કાર્યરત થઈ ગયા છે. વળી, કંપની આગામી કેટલાક મહિનામાં 50 હજાર નવા મોબાઈલ ટાવર લગાવવા જઈ રહી છે. BSNL આવતા વર્ષે જૂનમાં સમગ્ર દેશમાં વ્યાપારી ધોરણે 4G નેટવર્ક લૉન્ચ કરવા જઈ રહ્યું છે. સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં આ માહિતીની પુષ્ટિ કરી છે.
999 રૂપિયા વાળો સસ્તો પ્લાન
BSNLનો આ સસ્તો રિચાર્જ પ્લાન 999 રૂપિયાની કિંમતે આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને 200 દિવસની વેલિડિટી મળે છે. આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ વૉઈસ કૉલિંગનો લાભ મળે છે. યૂઝર્સ દેશભરમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કૉલિંગ કરી શકે છે. જોકે, આ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને ફ્રી ડેટાનો લાભ નથી મળતો. BSNLનો આ રિચાર્જ પ્લાન ખાસ કરીને એવા યૂઝર્સ માટે છે જે ફક્ત કૉલિંગ માટે BSNL નંબરનો ઉપયોગ કરે છે.
જો કે, BSNL પાસે 997 રૂપિયાનો સસ્તો રિચાર્જ પ્લાન પણ છે, જેમાં યૂઝર્સને દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કૉલિંગનો લાભ મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટાનો લાભ મળે છે. આ ઉપરાંત, આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMSનો લાભ પણ આપવામાં આવે છે. BSNLના આ પ્લાનમાં યૂઝર્સને 160 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન ખાસ કરીને સ્માર્ટફોન યૂઝર્સ માટે છે, જેમને કૉલિંગની સાથે ડેટાની પણ જરૂર હોય છે. ખાનગી ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Vodafone પાસે એવો કોઈ રિચાર્જ પ્લાન નથી જેમાં યૂઝર્સને 200 દિવસની વેલિડિટી મળે છે.
આ પણ વાંચો
iPhone યૂઝર્સ માટે મોટી ખબર, iOS 18.2 માં મળશે આ ખાસ ફિચર, બદલાઇ જશે એક્સપીરિયન્સ