નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ કંપની મેટાએ પોતાના વિન્ડોઝ યૂઝર્સ માટે એક ખાસ એપ લૉન્ચ કરી દીધી છે. સમયાંતરે પોતાના યૂઝર્સને નવા નવા અપડેટ આપનારી કંપનીએ હવે વિન્ડોઝ યૂઝર્સને મોટી ગિફ્ટ આપી છે. મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે આ એપને લૉન્ચ કરી છે. આ નવી એપ દ્વારા ડેસ્કટૉપ યૂઝર્સની સાથે 8 લોકોની સાથે વીડિયો કૉલ અને મેક્સિમમ 32 લોકોની સાથે ઓડિયો કૉલ કરી શકો છો. કંપનીનું કહેવુ છે કે, નવા વિન્ડોઝ ડેસ્કટોપ વ્હોટ્સએપથી ડિવાઈસીસની વચ્ચે ચેટ કરવી એકદમ સરળ બની જશે.


બ્લોગ પોસ્ટમાં, મેટાએ જાહેરાત કરી કે Windows માટે તેની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનના નવા ફિચર્સ સાથે સુધારેલ વોટ્સએપ લાવવામાં આવ્યું છે. હાલમાં જ WhatsAppએ ગ્રુપ માટે બે નવા ફીચર્સ જાહેર કર્યા હતા. મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે વિન્ડોઝ માટેના કેટલાક ધમાકેદાર ફિચર્સ શેયર કર્યા છે. આ ફિચર્સની હાલમાં ભારે ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ આ ફિચર્સ વિશે વિગતવાર. મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગ અનુસાર હવે વિન્ડોઝ ડેસ્કટોપ એપ દ્વારા પણ વીડિયો અને ઓડિયો કોલીંગ કરી શકાશે. વોટ્સએપ અપડેટ કર્યા બાદ તમે આ સુવિધાનો લાભ લઈ શકશો. વોટ્સએપનું નવું વર્ઝન ડેસ્કટોપ યુઝર્સને 8 લોકો સાથે ગ્રુપ વિડિયો કૉલ્સ અને 32 લોકો સાથે ઑડિયો કૉલ્સમાં જોડાવાની મંજૂરી આપે છે. મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે વિન્ડોઝ વોટ્સએપ એપ ડાઉનલોડ કરવા માટે લિન્ક પણ શેયર કરી છે. જેના પર ક્લિક કરીને તમે નવી વોટ્સએપ ફિચર્સનો લાભ લઈ શકશો. https://www.whatsapp.com/download


ઝુકરબર્ગે ફેસબુક પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘વિન્ડોઝ માટે એક નવી ડેસ્કટોપ એપ લોન્ચ કરી રહ્યો છુ. હવે તમે એકસાથે 8 લોકો સાથે E2E એન્ક્રિપ્ટેડ વીડિયો કોલ કરી શકો છો અને ઓડિયો કોલમાં વધુમાં વધુ 32 લોકો સાથે જોડાઈ શકો છો.’ વ્હોટ્સએપે દાવો કરતા કહ્યું કે, નવી વિન્ડોઝ ડેસ્કટોપ એપ તેજીથી લોડ થઈ રહી છે. જેને વ્હોટ્સએપ અને વિન્ડોઝ યૂઝર્સ માટે પરિચિત ઈન્ટરફેસની સાથે લોન્ચ કરવામાં આવી છે. તેની સાથે જ આ એપમાં મેસેજિંગ, મીડિયા અને કોલ્સ માટે ઈમ્પ્રૂવ્ડ સિંકિંગ અને નવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જેને વ્હોટ્સએપે સમય સાથે અપગ્રેડ કરવાનો દાવો કર્યો છે


એન્ડ્રોઈડ અને iOS યૂઝર્સ પહેલાથી વ્હોટ્સએપનાં માધ્યમથી ઓડિયો કોલમાં વધુમાં વધુ 32 લોકો અને વીડિયો કોલમાં એકસાથે 8 લોકો જોડાઈ શકે છે. આ ફીચર વિન્ડોઝમાં વ્હોટ્સએપ યૂઝ કરતા લોકોનો અનુભવ વધુ સારો બનાવશે કારણ કે, તે હવે મોબાઈલ યૂઝર્સની જેમ જ અન્ય લોકો સાથે સરળતાથી કોલ પર જોડાઈ શકશે.


વ્હોટ્સએપે જણાવ્યું કે, ‘હવે યૂઝર્સ પોતાના વ્હોટ્સએપ એકાઉન્ટને 4 ડિવાઇસ સાથે લિંક કરી શકશે. વ્હોટ્સએપે ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘કોઈ ચાર્જર નહીં, ભલે ગમે તે હોય. હવે તમે વ્હોટ્સએપને 4 ડિવાઇસ સાથે લિંક કરી શકો છો, જેથી તમારો ફોન ઓફલાઇન થયા પછી પણ તમારી ચેટ સિંક, એન્ક્રિપ્ટેડ અને ફ્લોઇંગ રહે.’