Apple iPhone 15 સીરિઝમાંથી નોચ ડિસ્પ્લેને સંપૂર્ણપણે દૂર કરી શકે છે. નોચ ડિસ્પ્લે ડાયનેમિક આઇલેન્ડ ફીચરને રિપ્લેસ કરશે. આ સિવાય iPhone 15માં કેમેરા સુધારણા પોર્ટ, A16 ચિપસેટ સપોર્ટ વગેરે હોઈ શકે છે. Apple iPhone 15 Pro Max ની કિંમત 200 ડોલરથી વધુ હોઈ શકે છે.


એપલની નોચ ડિસ્પ્લે વર્ષોથી એપલની ઓળખ રહી છે. જો કે ગયા વર્ષે iPhone 14ના કેટલાક મોડલમાં નોચની જગ્યાએ ડાયનેમિક આઇલેન્ડ ફીચર આપવામાં આવ્યું હતું. જોકે આ વખતે આઈફોન 15 સીરીઝમાંથી નોચ ડિસ્પ્લે સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ શકે છે. મતલબ કે એપલ બ્રાન્ડમાંથી ડાયનેમિક આઇલેન્ડ ફીચર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી રહ્યું છે.


નોચ ડિસ્પ્લેને કાયમ કરાશે ડિલિટ


માર્ક ગુરમેને કહ્યું કે iPhone 15 અને iPhone 15 Pro નોચ ડિસ્પ્લેને વિદાય આપી શકે છે. ડાયનેમિક આઇસલેન્ડ તેનું સ્થાન લેશે. તમને જણાવી દઈએ કે, પ્રથમ વખત પ્રો મોડલમાં ડાયનેમિક આઈલેન્ડ ફીચર આપવામાં આવ્યું હતું. ડાયનેમિક આઇલેન્ડ ફિચરનું ફ્રન્ટ ફેસિંગ સેન્સર અને કેમેરા સપોર્ટ આપવામાં આવ્યો છે, જે કેમેરા કટઆઉટની જગ્યા ઘટાડે છે.


ટાઇપ સી ચાર્જિંગ પોર્ટ સપોર્ટ મળશે


ઓલ-સ્ક્રીન અપગ્રેડ સિવાય, iPhone 15 અને 15 Pro મોડલમાં કેમેરામાં ઇમ્પ્રૂવમેન્ટ જોઇ શકાય છે.  ફોનમાં A16 ચિપસેટ સપોર્ટ આપી શકાય છે. ઉપરાંત, કેટલાક મોડલમાં લાઈટનિંગ કેબલને બદલે USB Type-C પોર્ટ આપી શકાય તેવી શક્યતા છે.


ઉત્તમ ટેક્નોલોજી સપોર્ટ મળશે


નવી ડિસ્પ્લે ટેક્નોલોજીનો ઉપયોગ iPhone 15 Pro અને Pro Max મોડલમાં થશે. પ્રો મોડલના ડિસ્પ્લેમાં લો-ઈન્જેક્શન પ્રેશર ઓવર-મોલ્ડિંગ (LIPO) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. હાલના મોડલ્સમાં બેજેલ્સનો આકાર 1.5 મીલીમીટર થઇ જશે.                                


Apple iPhone 15 અને iPhone 15 Pro ની કિંમત 


Apple iPhone 15 સિરીઝના તમામ મોડલની કિંમત વધુ હશે.  iPhone 15 Pro Maxની કિંમત 200 ડોલર હોઈ શકે છે. જ્યારે iPhone 15ની કિંમત $100 હોઈ શકે છે.                   


સંભવિત કેમેરા સુવિધાઓ
એપલના સ્ટાન્ડર્ડ iPhone 15 અને iPhone 15 Pro મોડલમાં રિયર કેમેરા અપગ્રેડ આપી શકાય છે. તેમાં સુધારેલ લેન્સ અને વાઈડ રેન્જ ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ મળી શકે  છે.