iPhone Support Ends: જો તમે iPhone યુઝર છો તો તમારા માટે આ એક મોટા સમાચાર છે. Apple એ બે iPhones માટે સપોર્ટ બંધ કરી દીધો છે, એટલે કે જો તે ખરાબ થઈ જાય તો કંપની દ્વારા તેને રિપેર કરવામાં આવશે નહીં. 17 માર્ચે, Apple એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. iPhone 5 અને 8GB iPhone 4 ને તેની વિન્ટેજ લિસ્ટમાંથી તેને ઓબ્સોલેટ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. Apple સામાન્ય રીતે તેના ઉત્પાદનોને તેના લોન્ચ પછી થોડા વર્ષો પછી તેને વિન્ટેજ લિસ્ટમાં સામેલ કરી દે છે. 

આ iPhones ક્યારે લોન્ચ કરવામાં આવ્યા હતા?

8GB iPhone 4 2011માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને 2013માં બંધ કરવામાં આવ્યો હતો. iPhone 5 2012માં રજૂ કરવામાં આવ્યો હતો અને iPhone 5s અને iPhone 5c રજૂ થયા પછી 2013માં બંધ કરવામાં આવ્યો હતો. બંને iPhones અમેરિકામાં બંધ થયા પછી ઉભરતા બજારોમાં સસ્તા iPhones તરીકે વેચાયા હતા.                                                      

Continues below advertisement
Continues below advertisement

વિન્ટેજ લિસ્ટનો અર્થ શું છે?

જે પ્રોડક્ટ્સનું વેચાણ બંધ થયાને પાંચ વર્ષ થઈ જાય તેને એપલ વિન્ટેજ લિસ્ટમાં મુકે છે. જે વિન્ટેજ લિસ્ટમાં સામેલ થાય છે તે પ્રોડક્ટ્સના રેપેરિંગની કંપની ગેરન્ટી આપતી નથી. આનો અર્થ એ છે કે તમે વિન્ટેજ પ્રોડક્ટને એપલ અધિકૃત સેવા કેન્દ્રમાં રિપેરિંગ માટે લઈ જઈ શકો છો, પરંતુ તેની કોઈ ગેરંટી નથી કે તે રિપેર થઈ જશે.  જો સર્વિસ સેન્ટર પર પાર્ટ્સ ઉપલબ્ધ હોય તો જ રિપેર કરવામાં આવશે.

"ઓબ્સોલેટ" નો અર્થ શું છે?

જ્યારે ઉત્પાદનો પાંચ વર્ષ બંધ થયા પછી વિન્ટેજ લિસ્ટમાં ઉમેરવામાં આવે છે, ત્યારે વેચાણના સાત વર્ષ પછી તેમને ઓબ્સોલેટ લિસ્ટમાં ઉમેરવામાં આવે છે. જો કે, આ સમયમર્યાદા ક્યારેક લંબાવવામાં આવે છે. ઓબ્સોલેટ લિસ્ટમાં સામેલ કરવાનો અર્થ એ છે કે એપલે તે ઉત્પાદનોના પાર્ટ્સનું ઉત્પાદન બંધ કરી દીધું છે અને હવે તેનું એપલ સેવા કેન્દ્રો પર રિપેરિંગ કરી શકાતું નથી.