iPhone 14 Big Discount on Amazon: એપલના ફોન હંમેશા લોકોની પસંદગી રહ્યા છે. એપ્પલના ચાહકો આઈપેડ, આઈફોન અને અન્ય ગેજેટ્સ પર સારા સોદા શોધવા માટે ઉત્સુક છે. તમારા સ્માર્ટફોનને અપગ્રેડ કરવા અને iPhone પર સારો સોદો મેળવવા માટે હવે તમારા માટે એક સારી તક છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આ દિવસોમાં ઈ-કોમર્સ સાઈટ Amazon પર એક મોટી ઑફર ચાલી રહી છે, જેમાં તમે iPhone 14ને 13,510 રૂપિયામાં ખરીદી શકો છો. હવે તમે વિચારતા હશો કે આવું કેવી રીતે થઈ શકે. ચાલો તમને તે ઓફર વિશે જણાવીએ.


Amazon પર ઉપલબ્ધ છે મોટી ઓફર
iPhone 14ને ઈ-કોમર્સ સાઈટ Amazon પર હવે 21 ટકા ડિસ્કાઉન્ટ સાથે તમે ખરીદી શકો છે. આ ઓફર ફોન ખરીદવા માટેની શ્રેષ્ઠ ઓફરો માંની એક છે. આઇફોન પ્રેમીઓ બેંક ઑફર્સનો લાભ લઈને આ કિંમતને વધુ ઘટાડી શકે છે. તમે તમારો જૂનો સ્માર્ટફોનને એક્સચેન્જ કર્યા પછી ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. વાસ્તવમાં તમે તમારા જૂના ફોન ને એક્સ્ચેન્જ કરીને અથવા તો બેન્ક ઓફર્સનો લાભ ઉઠાવીને એટલે કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે કોઈ ચોક્કસ બેન્કના કાર્ડનો લાભ લઈ શકો છો. 


હાલમાં iPhone 14ની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 62 હજાર 800 રૂપિયા છે. તેના વપરાશકર્તાઓ એમેઝોન પર ICIC ક્રેડિટ કાર્ડ ઓફરનો લાભ લઈ શકે છે. આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને અહીં તમને આ સ્માર્ટફોન ખરીદવા પર 5,000 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળશે. તમે તમારા જૂના હેન્ડસેટને પણ એક્સચેન્જ કરી શકો છો, જેની એક્સચેન્જ ઑફર 44,250 રૂપિયા છે. આમ આ રીતે iPhone 14ની અંતિમ કિંમત 13 હજાર 510 રૂપિયા હશે.


iPhone 14 ની વિશિષ્ટતાઓ
iPhone 14માં 12+12MPના બે કેમેરા છે. સેલ્ફી માટે ફ્રન્ટ પર 12MP કેમેરા પણ ઉપલબ્ધ છે. ફોનમાં 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે છે. તે A15 બાયોનિક ચિપસેટ પર કામ કરે છે. તમે iPhone 14 ને 6 જુદા જુદા રંગોમાં ખરીદી શકો છો જેમાંથી નવીનતમ કલર અપડેટ પીળો છે. તેવી જ રીતે, 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે iPhone 14ના અલગ અલગ વેરિઅન્ટ પર પણ સારું એવું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.