Apple iPhone 15 Launch: દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલ હવે પોતાની નવી સીરિઝના આઇફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે, આ વખતે આઇફોન 15 સીરિઝ માર્કેટમાં લૉન્ચ કરી શકે છે. આઇફોન યૂઝર્સ પણ આ ફોનની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. જો તમે iPhone 15 યૂઝ માટે પ્લાનિંગ કરી રહ્યાં છે, તો તમારા માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, આઇફોન 15 સીરિઝમાં ધરખમ વધારો જોવા મળી શકે છે.


હાલમાં ટેક માર્કેટમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે કહીએ તો, આ વર્ષે iPhone 15 Proના નવું મૉડેલનું લૉન્ચ થઇ શકે છે, અને આ મૉડલની કિંમતમાં જબરજસ્ત વધારો થઈ શકે છે. હાલમાં વૉલ સ્ટ્રીટ એનાલિસીસ ડેન ઈવેસ દ્વારા એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવાયુ છે કે, iPhone 15 સીરીઝની પ્રાઈઝ હાઈક થઇ શકે છે. હાલમાં CNBCને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમને દાવો કર્યો છે કે Apple અપકમિંગ iPhone 15 Pro અને iPhone 15 Pro Maxની કિંમતમાં 200 ડૉલર એટલે કે લગભગ 16,490 રૂપિયાનો કરી શકે છે. 


iPhone 15 Pro મૉડેલમાં થશે ભાવ વધારો - 
ન્યૂ લૉન્ચિંગ વિશે એનાલિસ્ટ ડેન ઈવેસે પરફેક્ટ પ્રાઈઝ ડિટેઈલ્સનો ખુલાસો નથી કર્યો. પરંતુ દાવો છે કે પ્રૉ મૉડેલમાં 200 ડૉલરનો વધારો થઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કંપનીએ યુએસમાં iPhone 14 Pro વેરિયંટની કિંમતમાં વધારો નથી કર્યો. પરંતુ આ વર્ષે નવા લૉન્ચ થનારા મૉડેલ અહીં વધારે જ મોંઘા જોવા મળી શકે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જ્યાં iPhone 14 Pro મૉડેલની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો, ત્યાં યૂઝર્સને 2023માં ફરી એકવાર આઈફોનના ભાવ વધારાનો સામનો કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે iPhone 15 સીરીઝ લૉન્ચ થવાને આડે 2 મહિનાનો સમય બાકી છે. સામાન્ય રીતે નવા આઈફોન સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ કરે છે.


 


Tata કંપની હવે આવશે Mobileની દુનિયામાં, જાણો કયો મોબાઇલ બનાવશે, ને ક્યારે થઇ શકે છે લૉન્ચ


iPhone 15 launch date: ટેક દિગ્ગજ એપલે ગયા મહિને જ ભારતમાં દિલ્હી અને મુંબઈમાં ઓફિશિયલી રીતે પોતાના સ્ટૉર ખોલી દીધા છે. હવે એક નવા સમાચાર સામે આવ્યા છે કે, Tata Group ભારતમાં નવા iPhone બનાવશે. ખાસ વાત છે કે, ફૉક્સકૉન, પેગાટ્રૉન અને વિસ્ટ્રૉન ભારતમાં Appleનુ પ્રૉડક્શન કરી રહ્યાં છે. ટ્રેંડફોર્સ, એક સંશોધન સંસ્થા અનુસાર, તાઈવાની કંપની વિસ્ટ્રૉનની ફેક્ટરી સંપાદિત થયા બાદ ટાટા હવે ભારતમાં એપલની ચોથી કૉન્ટ્રાક્ટ પ્રૉડક્શન કંપની બનવાની તૈયારીમાં છે.


Tata ગૃપ બનાવશે iPhone 15 અને 15 Plus  -  
હાલમાં એપલ ભારતમાં 3 કૉન્ટ્રાક્ટર છે. આ ફૉક્સકૉન, પેગાટ્રૉન અને લક્સશેર આ લિસ્ટમાં સામેલ છે. ફૉક્સકૉન એપલના સૌથી જુના કૉન્ટ્રાક્ટ પ્રૉડક્ટશન્સમાંના એક છે. વળી, ટાટા ગૃપે કર્ણાટકમાં મેન્યૂફેક્ચરિંગ યૂનિટ જમાવ્યા બાદ તાઈવાની કંપની વિસ્ટ્રૉન ભારતમાં પોતાનુ કામકાજ બંધ કરવા માટે તૈયાર થયું છે. ટાટા ગૃપે ભારતમાં વિસ્ટ્રૉનની પ્રૉડક્શન લાઇન હસ્તગત કરી હોવાના રિપોર્ટ છે. આનાથી ભારતમાં iPhone એસેમ્બલી બિઝનેસમાં એન્ટ્રી કરવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. 


રિપોર્ટ પ્રમાણે, ટાટા ગૃપને નેક્સ્ટ જનરેશન iPhone 15 અને 15 Plus મૉડલના પ્રૉડક્શન માટે ઓર્ડર મળ્યા છે, જે આ વર્ષના અંતમાં આ ફિલ્ડમાં એન્ટ્રી કરી શકે છે. રિસર્ચ ફર્મનું કહેવું છે કે, Tat ગૃપને iPhone 15 અને iPhone 15 Plusના પ્રૉડક્શનનો એક નાનો ભાગ મળશે. ટાટા બંને મૉડલમાંથી માત્ર 5 ટકા જ એસેમ્બલ કરશે.


iPhone 15 ક્યારે થશે લૉન્ચ -
એપલ તરફથી આ વર્ષે iPhone 15ને સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ કરવામાં આવી શકે છે, ઉલ્લેખનીય છે કે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એપલની iPhone સીરીઝને લૉન્ચ કરવામાં આવે છે.