Apple iPhone Duo: જો તમે પણ સ્માર્ટફોન અને ટેકનોલોજીના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. દુનિયાની સૌથી લોકપ્રિય કંપની એપલે પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'આઈફોન ડ્યુઓ' (iPhone Duo) માર્કેટમાં ઉતારી દીધો છે. ગ્રાહકો આ ફોનની એટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે સેલ શરૂ થતાં જ તરત બધો સ્ટોક પૂરો થઈ ગયો હતો.

Continues below advertisement

ખાસ કરીને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિંકિટ (Blinkit) પર તો આ ફોન વેચાણ માટે મુકાયાની માત્ર 5 જ મિનિટમાં વેચાઈ ગયો હતો. ચાલો જાણીએ આ નવા આઈફોનની અધધ કિંમત, તેના લોન્ચિંગ અને ભારતમાં તેના ભારે ક્રેઝ વિશેની સંપૂર્ણ માહિતી.

બ્લિંકિટ પર માત્ર 5 મિનિટમાં જ સ્ટોક ખતમ

Continues below advertisement

બ્લિંકિટના સીઈઓ (CEO) આલ્બિંદર ધીંડસાએ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર આ અંગે એક મોટી માહિતી શેર કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, 23 ઓક્ટોબરના રોજ સવારે 8:15 વાગ્યે બ્લિંકિટ પર આઈફોન ડ્યુઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.

લોકો આ ફોન ખરીદવા માટે એટલા ઉત્સુક હતા કે પ્લેટફોર્મ પર ઉપલબ્ધ તમામ યુનિટ્સ લોન્ચ થયાની માત્ર 5 મિનિટની અંદર જ આઉટ ઓફ સ્ટોક થઈ ગયા હતા. હાલમાં કંપનીએ આ ફાસ્ટ ડિલિવરી સુવિધા માત્ર દિલ્હી-NCR પૂરતી જ મર્યાદિત રાખી હતી.

જોકે, કંપનીએ શરૂઆતમાં કેટલા ફોન વેચાણ માટે મૂક્યા હતા તે આંકડો જાહેર કર્યો નથી. પરંતુ આલ્બિંદર ધીંડસાએ ખાતરી આપી છે કે આગામી અઠવાડિયામાં નવો સ્ટોક લાવવા માટે કંપની પૂરા પ્રયાસ કરી રહી છે. અન્ય શહેરોમાં આ સુવિધા ક્યારે શરૂ થશે તે અંગે હજુ કોઈ તારીખ સામે આવી નથી.

કિંમત જાણીને આશ્ચર્ય થશે, છતાં લોકોમાં ભારે ક્રેઝ

એપલનો આ પહેલો ફોલ્ડેબલ ફોન તેના લુક અને ફીચર્સની સાથે સાથે તેની અધધ કિંમત માટે પણ ચર્ચામાં છે. આઈફોન ડ્યુઓના 256GB સ્ટોરેજવાળા બેઝ મોડેલની કિંમત 2,99,900 રૂપિયા રાખવામાં આવી છે, એટલે કે લગભગ 3 લાખ રૂપિયા!

જ્યારે તેના 512GB વેરિઅન્ટની કિંમત 3,24,900 રૂપિયા છે. જો તમારે વધુ સ્ટોરેજ જોઈતું હોય તો 1TB મોડેલ માટે 3,74,900 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય સૌથી ટોપ મોડેલ એટલે કે 2TB વેરિઅન્ટની કિંમત 4,49,900 રૂપિયા સુધી જાય છે.

આટલી ઊંચી કિંમત હોવા છતાં લોકો આ ફોન ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. આ કિંમતો દર્શાવે છે કે એપલે પ્રીમિયમ સ્માર્ટફોન માર્કેટમાં એક નવો જ માપદંડ સેટ કર્યો છે, જેને ખરીદવા માટે ભારતીય ગ્રાહકો પણ બિલકુલ પાછળ નથી.

પ્રી-બુકિંગમાં જ છવાયો આઈફોન ડ્યુઓ, હવે લાંબુ વેઈટિંગ

ભારતમાં આઈફોન ડ્યુઓ માટે 16 ઓક્ટોબરથી પ્રી-બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. એક રિપોર્ટ અનુસાર, રિટેલ માર્કેટમાં ફોનનું સત્તાવાર વેચાણ શરૂ થાય તે પહેલાં જ પહેલા અઠવાડિયાનો આખો સ્ટોક બુક થઈ ગયો હતો. 23 ઓક્ટોબરથી તેનું વેચાણ શરૂ થવાનું હતું.

નવી દિલ્હી અને મુંબઈમાં આવેલા એપલના ઓફિશિયલ સ્ટોર્સ પર પણ ગ્રાહકોનો જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો. બુકિંગ શરૂ થયાના થોડા જ સમયમાં ફોનનો સ્ટોક પૂરો થઈ ગયો હોવાના અહેવાલો મળ્યા છે.

હવે આ ફોન માટે એટલું મોટું વેઈટિંગ ચાલી રહ્યું છે કે જો કોઈ ગ્રાહક અત્યારે આઈફોન ડ્યુઓ બુક કરાવે છે, તો તેને આ ફોનની ડિલિવરી છેક જાન્યુઆરી મહિના સુધીમાં મળી શકશે. આ જ દર્શાવે છે કે ભારતમાં એપલના આ પહેલા ફોલ્ડેબલ ફોનનો જાદુ લોકોના માથે ચડીને બોલી રહ્યો છે.