Apple Mumbai Store: iPhone નિર્માતા અને દુનિયાની નંબર વન ટેક દિગ્ગજ હવે ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરી રહી છે. એપલે ભારતમાં પહેલા રિટેલ સ્ટૉરની શરૂઆત મંગળવારે (18 એપ્રિલ, 2023) ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં થઇ ગઇ છે. કંપનીના સીઇઓ ટિમ કૂકે આ Apple સ્ટૉરનું ઉદઘાટન કર્યુ હતુ. 


કૂક તરફથી એપલ સ્ટૉરની બહાર ઉભા રહેલા ગ્રાહકો સાથે હાથ મિલાવીને અભિવાદન કરવામાં આવ્યુ હતુ, આની સાથે જ તેને ત્યાં આવેલા ગ્રાહકોની સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી. એપલ સ્ટૉર એકદમ ખાસ હશે. કેમ કે આ એકદમ રિન્યૂએબલ એનર્જી પર ચાલશે. કંપની તરફથી આના માટે સૉલાર પેનલ પણ લગાવવામાં આવ્યા છે. એપલ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ સ્ટૉર પુરેપુરી રીતે કાર્બન ન્યૂટલ હશે. 






Apple BKCમાં ગ્રાહકોના અનુભવને બેસ્ટ બનાવવા માટે 100 કર્મચારી અને આ 20 અલગ અલગ ભાષાઓમાં વાતચીત કરી શકશે. આ સ્ટૉર પર ગ્રાહકોને એપલ પિક અપ સર્વિસ પણ આપવામાં આવશે. એટલે કે ગ્રાહકો ઘરેથી ઓર્ડર કરી શકે છે અને એપલ સ્ટૉર પર આવીને પિકઅપ કરી શકે છે.