Apple: iPhone નિર્માતા Apple એ શુક્રવારે કહ્યું કે તે ભારતમાં 4 નવા સ્ટોર ખોલવા જઈ રહી છે. આ પહેલા કંપનીએ દિલ્હી અને મુંબઇમાં પોતાનો એપલ રિટેલ સ્ટોર ઓપન કર્યો છે. મીડિયા રિપોર્ટ્સમાંથી આ જાણકારી મળી છે. કંપની મેડ ઈન ઈન્ડિયા હેઠળ બનેલા iPhone 16 Pro અને iPhone 16 Pro Maxનું વેચાણ કરી રહી છે.


ગયા વર્ષે કંપનીએ ભારતમાં બે Apple સ્ટોર શરૂ કર્યા હતા. એક સ્ટોર દિલ્હીમાં હતો અને બીજો મુંબઈમાં ઓપન કરવામાં આવ્યો છે. અહીં તમે Appleના પોર્ટફોલિયોના તમામ પ્રોડક્ટ્સ જોઈ અને તેનો અનુભવ કરી શકો છો.


એપલના રિટેલના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડિયર્ડ્રે ઓ'બ્રાયને કહ્યું હતું કે, અમે ભારતમાં વધુ સ્ટોર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ સ્ટોર્સ પુણે, બેંગલુરુ, દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં ઓપન થશે.


ભારતમાં iPhone 16 સીરિઝ તૈયાર થઈ રહી છે


Apple iPhone 16 લાઇનઅપના તમામ હેન્ડસેટનું પ્રોડક્શન ભારતમાં શરૂ થઈ ગયું છે, જેમાં iPhone 16 Pro અને iPhone 16 Pro Maxના નામ પણ સામેલ છે. અગાઉ એપલ ભારતમાં જૂના મોડલનું ઉત્પાદન કરતી હતી અને હવે કંપનીએ તેના નવા મોડલનું પણ પ્રોડક્શન શરૂ કરી દીધું છે.


આ કંપનીઓ નવા iPhone તૈયાર કરી રહી છે


Apple એ ભારતમાં iPhone 16 લાઇનઅપના પ્રોડક્શન માટે Foxconn, Pegatron અને Tata Electronics સાથે પાર્ટનરશિપ કરી છે. જ્યાં Foxconn પાસે iPhone 16, 16 Plus, અને Pro Max modelsની જવાબદારી છે.


પેગાટ્રોન પાસે હાલમાં iPhone 16 અને 16 Proનું પ્રોડક્શનનું કામ છે. Tata Electronics પણ iPhone 16 અને 16 Plus મોડલનું ઉત્પાદન કરશે. નોંધનીય છે કે આ ડિવાઇસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારતની બહાર પણ નિકાસ કરવામાં આવી રહ્યા છે.                                                                                                                 


Facebook પર ક્રિએટર્સ હવે પહેલા કરતાં વધુ કમાણી કરી શકશે, નવો મોનેટાઈઝેશન પ્રોગ્રામ થયો લોન્ચ