Apple Store: ટેક દિગ્ગજ એપલ આજે ભારતમાં પોતાનો બીજો એપલ રિટેલ સ્ટૉર ખોલવા જઇ રહી છે. મુંબઇ બાદ આજે દિલ્હીમાં પણ એપલનો સૌથી હાઇટેક સ્ટૉર ખુલી રહ્યો છે. અત્યારે Appleના CEO ટિમ કૂક ભારતમાં જ છે, ટિમ કૂકે મુંબઇમાં એપલ સ્ટૉરનું ઉદઘાટન કર્યા બાદ હવે આજે દિલ્હીમાં પણ એપલ સ્ટૉરનું ઉદઘાટન કરવાના છે. ખાસ વાત છે કે, આ પહેલા એપલના સીઇઓ ટિમ કૂકે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેઓ કેન્દ્રીય કેબિનેટના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજીવ ચંદ્રશેખરને પણ મળ્યા હતા. 


ટિમ કૂક હાલમાં એપલ સ્ટૉરના ઉદ્ઘાટન માટે ભારતમાં છે. કૂકે મુંબઈના બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સમાં દેશના પ્રથમ એપલ સ્ટૉરનું ઉદ્ઘાટન કર્યું હતુ. વળી, હવે આજે એટલે કે 20 એપ્રિલે દિલ્હીના સાકેતમાં એપલ સ્ટૉરનું ઉદ્ઘાટન કરશે.


પહેલાથી દિલ્હી પહોંચી ચૂક્યા છે ટિમ કૂક  - 
મુંબઇમાં એપલ સ્ટૉરનું ઉદઘાટન કર્યા બાદ ટિમ કૂક દિલ્હી પહોંચી ગયા હતા. તેમને અહીં દિલ્હીના લોધી આર્ટ ડિસ્ટ્રિક્ટને એક અદભૂત પબ્લિક પ્લેસ તરીકે વર્ણવતા એક ટ્વીટ કર્યું છે. ભારતીય સંસ્કૃતિને ખુબ જ પ્રભાવશાળી બનાવવા માટે ST+આર્ટ ફાઉન્ડેશન અને કલાકારોને પણ અભિનંદન. દત્તરાજ નાઈકનો પણ આભાર કે તેઓ આઈપેડ પર આ ચિત્રો કેવી રીતે ડિઝાઇન કરે છે તે બતાવવા માટે.


દિલ્હીનો એપલ સ્ટૉર હશે અલગ - 
મુંબઈમાં એપલ સ્ટૉરની જેમ દિલ્હીમાં પણ સ્ટૉરનું ઓપનિંગ ખુબ જ ખાસ રહેવાનું છે. એપલ સ્ટૉરમાં દિલ્હીના ઐતિહાસિક દરવાજાઓની ઝલક જોવા મળશે. કંપનીએ એક નિવેદન જાહેર કર્યુ હતુ કે દિલ્હીમાં શરૂ થનારા બીજા એપલ સ્ટૉરમાં રંગબેરંગી આર્ટવર્ક હશે.