નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની Asusએ ZenFone સીરીઝ લૉન્ચ કરી દીધી છે. આ સીરીઝ અંતર્ગત બે સ્માર્ટફોન્સ Asus ZenFone 8 અને Asus ZenFone 8 Flip એ લૉન્ચ કર્યા છે. ZenFone 8 Flip નો લૂક ખુબ પ્રીમિયમ બનાવવામાં આવ્યો છે. વળી ZenFone 8ને વન હેન્ડ ફ્રેન્ડલી ડિવાઇસ બનાવવાની કોશિશ કરવામાં આવી છે. આના લૂકને પણ રિડિઝાઇન કરવામાં આવ્યો છે. 


ZenFone 8ની કિંમત લગભગ 53,293 રૂપિયા રાખવામા આવી છે. વળી, ZenFone 8 Flipની કિંમત લગભગ 71,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપની અનુસાર, ZenFone 8ને હજુ નોર્થ અમેરિકામાંમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યારે અમેરિકામાં આ સ્માર્ટફોનની કિંમત કેટલી હશે, તેની જાણકારી હજુ મળી શકી નથી. કંપનીએ ભારતીય માર્કેટમાં આને લૉન્ચ થવા અંગે કોઇ જાણકારી શેર નથી કરી.  


જાણો શું છે ફિચર્સ..... 
ZenFone 8માં 1080 પિક્સલ રિઝૉલ્યૂશન વાળી OLED આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે. આ 5.9 ઇંચની રહેશે. આમાં 16જીબી અને 256જીબી સ્ટૉરેજ હશે. Asus ZenFone 8 અને Zenfone 8 Flipમાં 5G સપોર્ટ કરશે. જોકે, ZenFone 8ના અમેરિકામાં લૉન્ચ થવા પર આ ફક્ત AT&T અને T-Mobileના LTE અને સબ-6GHz 5G નેટવર્ક્સ પર  કામ કરી શકશે. ZenFone 8માં બે રિયર કેમેરા આપવામાં આવશે. પ્રાઇમરી સેન્સર 64 મેગાપિક્સલનો હશે. આનુ બીજુ સેન્સર 12 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આની સાથે 4000 એમએએચની બેટરી આપવામાં આવી છે. આ 30W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આની સાથે જ 3.5mm હેડફોન જેક પણ ઇનબિલ્ટ કરવામાં આવ્યો છે.