નવી દિલ્હીઃ આજકાલ માર્કેટમાં આઇફોનને ટક્કર આપવા કેટલીય કંપનીઓ પોતાના બેસ્ટ ફિચર્સ વાળા ફોન લૉન્ચ કરી રહી છે. પરંતુ આઇફોન યૂઝર્સને પોતાની તરફ આકર્ષી શકતી નથી. હવે આ લિસ્ટમાં ગેમિંગ ફોન માટે જાણીતી કંપની આસૂસ આવી ગઇ છે. Asusએ પોતાની લેટેસ્ટ સીરીઝ ROG Phone 5 ભારતમાં લૉન્ચ કરી દીધો છે. 


આસુસે આ સીરીઝ અંતર્ગત ભારતમાં ત્રણ સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે, જેમાં ROG Phone 5, ROG Phone 5 Pro અને ROG Phone 5 Ultimate સામેલ છે. સૌથી ખાસ વાત છે કે આના એક મૉડલમાં 18GB રેમ આપવામાં આવી છે, જે આના પરફોર્મન્સને બેસ્ટ બનાવે છે, કેમકે આને આઇફોનને ટક્કર આપવા માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. 


Asus ROG Phone 5ની કિંમત...
Asus ROG Phone 5ના 8GB રેમ +128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 49,999 રૂપિયા રાખવામાં આવી છે. વળી આના 12GB રેમ + 256GB સ્ટૉરેજ વાળા મૉડલની કિંમત 57,999 રૂપિયા છે. આ ઉપરાંત Asus ROG Phone 5 Proના 16GB રેમ + 512GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટને તમે 69,999 રૂપિયામાં ખરીદી શકો છો. સાથે જ Asus ROG Phone 5 Ultimateની 18GB રેમ + 512GB સ્ટૉરેજ વાળુ વેરિએન્ટ 79,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યુ છે. 


Asus ROG Phone 5ના સ્પેશિફિકેશન્સ... 
Asus ROG Phone 5માં 6.78-ઇંચની ફૂલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આની ડિસ્પ્લેને કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસથી પ્રૉટેક્ટ કરવામાં આવી છે. ફોન ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આ ફોનમાં અત્યાર સુધીની સૌથી વધુ 18 GB રેમ આપવામાં આવી છે, સાથે ફોનમાં 512 GB ઇન્ટરનલ સ્ટૉરેજ પણ આપવામાં આવ્યુ છે.