નવી દિલ્હીઃ પૉપ્યૂલર ગેમ PUBG મોબાઇલના ઇન્ડિયન વર્ઝન Battlegrounds Mobile Indiaની લૉન્ચિંગને લઇને આના ચાહકોનો ઉત્સાહ વધતો જ જઇ રહ્યો છે. આ ગેમને લઇને હવે ફેન્સનો ઇન્તજાર ખતમ થવાનો છે. નવા રિપોર્ટ પ્રમાણે, હવે આ ગેમ આગામી અઠવાડિયે ભારતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. આ પહેલા ગેમના બીટા વર્ઝનનો એક્સે આપવામાં આવ્યો હતો, જેને જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો છે. હવે આના પબ્લિક વર્ઝનનો ઇન્તજાર છે.  


બીટા વર્ઝન પાંચ મિલિયનને પાર- 
ગેમ બનાવનારી કંપની ક્રાફ્ટને તાજેતરમાં જ ગેમના બીટા વર્ઝનનો એક્સેસ આપ્યો હતો. જે પછી આને અત્યાર સુધી પાંચ મિલિયનને ડાઉનલૉડ કરી લેવામાં આવ્યુ છે. આનાથી આ અંદાજો લગાવી શકાય છે કે પજબીના ઇન્ડિયન વર્ઝનનો લોકોની વચ્ચે કેટલો ક્રેઝ છે. વળી, હવે જલ્દી જ કંપની આના પબ્લિક વર્ઝનને પણ લૉન્ચ કરવા જઇ રહી છે. 


કંપનીએ મુકી હતી શર્તો- 
ડેટા ચોરીના આરોપ બાદ PUBG ગયા વર્ષે ભારતમાં બેન કરી દેવામાં આવી હતી. વળી આ વખતે આને લૉન્ચ કરવામાં આવી રહેલી Battlegrounds Mobile India ગેમ માટે શરતોને પહેલાથી વધુ કડક કરી દેવામાં આવી છે. જ્યાં પહેલા પબજી રમવા માટે પ્લેયર્સને ફેસબુક, ગૂગલ પ્લે કે પછી ગેસ્ટ એકાઉન્ટના માધ્યમથી લૉગઇન કરવાની સુવિધા મળતી હતી. વળી, હવે આ ગેમને લૉગઇન કરવા માટે OTPની જરૂર પડશે. ફક્ત આના દ્વારા જ Battlegrounds Mobile India ગેમમાં લૉગઇન કરી શકાશે. 


આ હશે શરતો- 
Battlegrounds Mobile India ગેમને OTP દ્વારા જ લૉગઇન કરી શકાશે. 
OTP વેરિફાઇ કર્યા બાદ જ ગેમ રમી શકાશે. 
પ્લેયર્સ વેરિફાઇ કૉજને ત્રણ વાર નાંખી શકાશે. આ પછી તે ઇનવેલિડ થઇ જશે. 
એક વેરિફિકેશન કૉડ ફક્ત પાંચ મિનીટ સુધી જ વેલિડ રહેશે, આ પછી એક્સપાયર થઇ જશે. 
લૉગ ઇન માટે પ્લેયર્સ ફક્ત 10 વાર OTP રિક્વેસ્ટ કરી શકશે. આનાથી વધુ કરવા પર 24 કલાક માટે રિક્વેસ્ટ બેન થઇ જશે. 
પ્લેયર એક મોબાઇલ નંબર પરથી મેક્સિમમ 10 એકાઉન્ટ પર રજિસ્ટર કરી શકશે.