નવી દિલ્હીઃ આજકાલ કોરોના કાળને (CoronaVirus) લઇને મોટાભાગની કંપનીઓને કર્મચારીઓ ઘરે રહીને વર્ક ફ્રૉમ હૉમ (Work From Home) કરી રહ્યાં છે. જો તમે પણ વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં છો, અને એક સારો મોબાઇલ પ્લાન (Mobile Plans) શોધી રહ્યાં છો, તો માર્કેટમાં ઘણાબધા બેસ્ટ પ્લાન અવેલેબલ છે. જો તમે ડેલી ડેટા વાળો પ્લાન (Daily Data Plan) શોધી રહ્યાં છો તો અમે તમને અહીં બેસ્ટ ડેલી 3જીબી ડેટા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમારા માટે બેસ્ટ બની શકે છે. અહીં અમે તમને BSNLથી લઇને Vodafone, Airtel અને Jioના ડેલી 3GB ડેટા વાળા પ્રીપેડ પ્લાન બતાવી રહ્યાં છીએ. જાણો પ્લાન વિશે...... 


Airtelના 3GB ડેટા પ્લાન.....
એરટેલ ડેલી 3GB ડેટા આપવા વાળા 2 પ્લાન છે, જેમાં પહેલો પ્લાન 558 રૂપિયાનો છે. આમાં તમને 56 દિવસની વેલિડિટી, કુલ 168GB ડેટા, ડેલી 100 SMS અને કોઇપણ નેટવર્ક પર ફ્રી કૉલિંગની સુવિધા મળે છે. બીજો પ્લાન 398 રૂપિયાનો છે, જેમાં તમને 28 દિવસ સુધી ડેલી 3જીબી ડેટા, 100 SMS અને ફ્રી કૉલિંગ સુવિધા મળશે. બન્ને પ્લાનમાં Airtel Xstream પ્રીમિયમનુ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


Jioના 3GB ડેટા પ્લાન......
જિઓ દરરોજ 3GB ડેટા આપનારા 3 પ્લાન લઇને આવ્યુ છે. આમાં 999, 401 અને 349 રૂપિયા વાળા પ્લાન છે. જિઓના 349 રૂપિયા વાળા પ્લાનમાં તમને ડેલી 28 દિવસ સુધી 3GB ડેટા મળશે. પ્લાનમાં જિઓ ટૂ જિઓ ફ્રી કૉલિંગ, બીજા નેટવર્ક પર કૉલિંગ માટે 1,000 મિનીટ, ડેલી 100 SMSની સુવિધા મળે છે. જિઓ એપ્સનુ સબ્સક્રિપ્શન કૉમ્પ્લીમેન્ટ્રી છે. 


Vodafoneના 3GB ડેટા પ્લાન.....
વૉડાફોનની પાસે પણ ડેલી 3GB ડેટા આપનારા પ્લાન છે. પહેલો પ્લાન 558 રૂપિયાનો છે, જ્યારે બીજો પ્લાન 398 રૂપિયાનો છે. બન્ને પ્લાનમાં તમને ડેલી 3જીબી ડેટા, 100 SMS, કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળે છે. બન્ને પ્લાનમાં તમને વૉડાફોન પ્લે અને જી5નુ સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. માત્ર 558 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 56 દિવસની જ્યારે 398 વાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. 


BSNLના 3GB ડેટા પ્લાન.....
બીએસએનએલના 247 રૂપિયા વાળા પ્લાનમાં તમને 3GB ડેટા દરરોજ મળે છે. આ પ્લાનમાં તમને 3G નેટવર્કની સુવિધા પણ મળશે. પ્લાનની વેલિડિટી 36 દિવસની છે. આમાં અનલિમીટેડ કૉલિંગ, ડેલી 100 એસએમએસની સુવિધા મળે છે. વળી બીજો પ્લાન 997 રૂપિયાનો છે. આ પ્લાનમાં પણ 3GB ડેટા મળે છે. આમાં અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 100 એસએમએસ મળે છે. પ્લાનની વેલિડિટી 180 દિવસ એટલે કે 6 મહિનાની છે.