How to Create Poll in DM: શૉર્ટ વીડિયો મેકિંગ અને ફોટો અપલૉડિંગ ઉપરાંત Instagram માં યૂઝર્સને ડાયરેક્ટ મેસેજ (DM) ની સુવિધા પણ મળે છે. Facebook ની જેમ ઇન્સ્ટાગ્રામમાં પણ યૂઝર્સને DM અને સ્ટૉરીઝ માટે Polls ફિચર મળે છે, આ ફિચરનો ઉપયોગ કરીને યૂઝર્સ પોતાના ફોલોઅર્સને કોઇપણ સવાલ પુછી શકે છે. આ ફિચરમાં એક સવાલ હોય છે, અને આનો આન્સર માટે તમે લોકોને પૉલમાં 2-3 ઓપ્શન પણ આપી શકો છે.


તાજેતરમાં જ Polls ફિચરને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપમાં પણ સામેલ કરી લેવામાં આવી છે. જો તમે હજુ સુધી આ ફિચરની અજાણ છો, અને આનો ઉપયોગ કરવા માંગો છો, તે અમે તમને બતાવી રહ્યા છીએ કે ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટ મેસેજમાં તમે કઇ રીતે પૉલ ક્રિએટ આ ફિચરનો લાભ ઉઠાવી શકો છો. જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ......... 


Instagramમાં પૉલ ફિચરનો યૂઝ કરો -
જો તમે ઇન્સ્ટાગ્રામ વાપરો છો છો, તો તમારી પાસે એન્ડ્રોઇડ કે iOS વાળો મોબાઇલ હોય, આ બન્ને પર તમે ડાયરેક્ટ મેસેજ દ્વારા પૉલ મોકલી શકો છો. આ સુવિધા બિલકુલ એવી રીતે જ કામ કરે છે જેવી રીતે તમે સ્ટૉરીમાં પૉલ સ્ટિકર એડ કરો છો, ગૃપ ચેટમાં પૉલના પરિણામ તમામ ગૃપ મેમ્બર્સને દેખાશે, કેમ કે આ રિયલ ટાઇમમાં નાંખવામાં આવે છે, જો તમે પણ પૉલ ક્રિએટ કરવા ઇચ્છો છો, તો નીચે આપવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરી શકો છો. 


પોતાના મોબાઇલમાં Instagram એપને ઓપન કરો. 
હવે રાઇડ સાઇડમાં સૌથી ઉપર દેખાઇ રહેલા DM ના આઇકૉન પર ક્લિક કરી દો. 
હવે તે ગૃપને ઓપન કરો, જેમાં તમે પૉલ ક્રિએટ કરવા ઇચ્છો છો, 
હવે નીચેની બાજુએ મેસેજ બારની પાસે દેખાઇ રહેલા સ્ટીકર ઓપ્શન પર ક્લિક કરી દો. 
આના પર ક્લિક કરતાં જ તમારી સામે Avataer, Selfie અને Poll જેવા ઓપ્શન ખુલીને આવશે. 
હવે અહીં પૉલ પર ક્લિક કરી દો. 
હવે આમાં તમારા સવાલ અને તેના ઓપ્શન એડ કરીને નીચે આવી રહેલા ક્રિએટ પૉલ પર ક્લિક કરી દો. 


પૉલ ફિચર માત્ર સ્ટૉરીઝ અને ગૃપ ચેટ સુધી જ સિમીત નથી, જો તમે DM માં કોઇપણ ફોટો કે વીડિયો શેર કરો છો, તો તેમા કસ્ટમ પૉલ સ્ટિકર પણ એડ કરી શકો છો. આની રીત પણ અમે તમને બતાવી રહ્યાં છીએ..... 


ફોટો અને વીડિયોની સાથે આ રીતે જોડો પૉલ
ઇન્સ્ટાગ્રામ પર પોતાના ડાયરેક્ટ મેસેજ સેક્શન ઓપન કરો.
હવે તે ચેટ પર જાઓ, જેમાં તમે ફોટો અને વીડિયોની સાથે પૉલ એડ કરવા માંગો છો.
હવે કેમેરા આઇકૉન પર ક્લિક કરીને તમે ફોટો કે વીડિયો સિલેક્ટ કરો. 
હવે સ્ટીકર આઇકૉન પર ક્લિક કરી દો. 
અહીં તમારે અહીં પૉલના ઓપ્શન પર ક્લિક કરીને ઉપર બતાવવામાં આવેલી રીતથી પૉલ ક્રિએટ કરવાનો છે.