Upcoming Smartphone February 2023: Samsung Galaxy S23 5G થી લઇને OnePlus 11 સુધી કેટલાય સ્માર્ટફોન ફેબ્રુઆરીમાં લૉન્ચ થવાના છે, જેના વિશે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ. જુઓ અહીં અપકમિંગ સ્માર્ટફોન્સ....
અપકમિંગ સ્માર્ટફોન્સ 2023....
OnePlus 11 : -
વનપ્લસનો આ પ્રીમિયમ ફોન 7 ફેબ્રુઆરીએ ભારતમાં લૉન્ચ થવાનો છે. ફ્લેગશિપ ડિવાઇસ હોવાના કારણે ફોનની કિંમત વધુ હશે. આ સ્માર્ટફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ હોવાની સંભાવના છે. આ ઉપરાંત હેન્ડસેટમાં 120Hz રિફ્રેશ રેટ, AMOLED ડિસ્પ્લે અને Snapdragon 8 Gen 2 પ્રૉસેસર અને શાનદાર ફિચર્સ આવવાની સંભાવના છે. આમ તો વનપ્લેસ 11 ને આ વર્ષની શરૂઆતમાં ગ્લૉબલી લૉન્ચ કરવામાં ચૂક્યો છે.
Infinix Zero 5G 2023 : -
ઇનફ્લિક્સએ અધિકારિક રીતે Infinix Zero 5G 2023ની લૉન્ચ ડેટનો ખુલાસો કર્યો છે. આ સીરીઝ 4 ફેબ્રુઆરી, 2023 એ લૉન્ચ થવા માટે પુરેપુરી રીતે તૈયાર છે. Zero 5G 2023 ગયા વર્ષે 20,000 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ થયેલા Zero 5Gનો સક્સેસર હશે. સામે આવેલી ડિટેલ્સના આધાર પર એ અનુમાન લગાવવામાં આવી શકે છે, નવો 2023 વર્ઝન પણ લગભગ 20,000 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવશે.
Samsung Galaxy S23 5G : -
સેમસંગનો આ ધાંસૂ સ્માર્ટફોન 1 ફેબ્રુઆરીએ લૉન્ચ થવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અપકમિંગ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી S23 5Gમાં Snapdragon 8 Gen 2 પ્રૉસેસર મળી શકે છે. હેન્ડસેટ AMOLED ડિસ્પ્લે, 50MP નો ત્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 3,900mAhની બેટરીની સાથે આવી શકે છે.
Realme GT Neo 5 : -
Realmeએ હજુ સુધી જીટી નિયો 5 ફોનની લૉન્ચિંગ ડેટનો ખુલાસો નથી કર્યો. પરંતુ લીક્સ અનુસાર, આ અપકમિંગ સ્માર્ટફોન 8 ફેબ્રુઆરીએ લૉન્ચ કરવામાં આવી શકે છે. યૂઝર્સને આ સ્માર્ટફોનમાં 6.74 ઇંચ્ની સ્ક્રીનની સાથે Snapdragon 8+ Gen 1 પ્રૉસેસર આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ફોનમાં 240W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરનારી બેટરી મળવાની આશા છે.
Vivo X90 : -
વીવોએ આ સ્માર્ટફોનને ગયા વર્ષે નવેમ્બરમાં લૉન્ચ કર્યો હતો, હવે કંપની આ સ્માર્ટફોનને ભારતમાં લૉન્ચ કરવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એક્સ 90ને ફેબ્રુઆરીના મીડમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.
OnePlus Padમાં મેગ્નેટિક કીબોર્ડ ઉપરાંત હશે આ ખાસિયતો, જાણો શું છે કિંમત?
OnePlus Pad : OnePlus 7 ફેબ્રુઆરીએ તેની ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરવા જઈ રહી છે જેમાં કંપનીનું પહેલું ટેબલેટ (OnePlus Pad) સામેલ છે. આ ઉપરાંત કંપની સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અને બડ્સ પણ લોંચ કરવા જઈ રહી છે. દિલ્હી એનસીઆરમાં આ આયોજન કરવામાં આવ્યું છે. લેટેસ્ટ ટ્વીટમાં કંપનીએ ખુલાસો કર્યો છે કે, તે તેના ટેબલેટને મેગ્નેટિક કીબોર્ડ અને સ્ટાઈલસ પેન માટે સપોર્ટ સાથે લોન્ચ કરશે. આવો જાણીએ વિગતો.
લેટેસ્ટ વિડિયો ટીઝરમાં OnePlusએ તેના આગામી ટેબલેટની ડિઝાઇન જાહેર કરી છે. ટીઝર દર્શાવે છે કે, OnePlus Pad પાછળ OnePlus બ્રાન્ડિંગ સાથે લીલા રંગના વિકલ્પમાં ઉપલબ્ધ હશે. જો કે, તે વધુ કલર વેરિઅન્ટમાં આવવાની ધારણા છે. તેમાં સિંગલ રિયર કેમેરા અને LED ફ્લેશ મળી શકે છે.
વનપ્લસ પૅડની કિંમત અને વિશિષ્ટતાઓ
OnePlusનું ફર્સ્ટ-ઇવન ટેબલેટ 11.6-ઇંચ ડિસ્પ્લે સાથે આવે તેવી અપેક્ષા છે. રેન્ડર મુજબ તે મેટલ યુનિબોડી ડિઝાઇન સાથે આવી શકે છે. કંપનીએ તેના સ્પેક્સ વિશે વધુ જાહેર કર્યું નથી પરંતુ ટેબ્લેટ Qualcomm Snapdragon 865 SoC અને 6GB સુધીની RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે તેવી અપેક્ષા છે. કિંમતની વાત કરીએ તો ચીનમાં ટેબલેટની કિંમત CNY 2,999 (લગભગ 34,500 રૂપિયા) હોવાનો અંદાજ છે.