Google Map Latest Feature : ગૂગલના સ્ટ્રીટ વ્યૂ (Google Street View) અને એપલ લૂક અરાઉન્ડ (Apple Look Around ) વિશે તો તમે સારી રીતે જાણતા હશો. આ બન્ને પ્લેટફોર્મ તમને કોઇને કોઇ લૉકેશનની હાઇ ક્વૉલિટી સ્ટ્રીટ લેવલ ઇમેજ બતાવે છે. આ બન્નેની ક્વૉલિટી એવી હોય છે કે તે લૉકેશનની ટાઇમિંગ પર જો કોઇ શખ્સ ત્યાં હાજર હોય તે પણ તમને ત્યાં દેખાઇ જાય છે. આવામાં આ રીતની તસવીરો  (Photo) ક્યારેક ક્યારેક સુરક્ષાની દ્રષ્ટિથી આ તસવીર અને લૉકેશન ખતરનાક બની શકે છે, અમૂક હદ સુધી તે શખ્સ પણ મુશ્કેલીમાં આવી શકે છે. પરંતુ એક રીતે તમે આ ખતરાથી મુક્તિ મેળવી શકો છો. જાણો શુ છે તે રીત.............. 


મોટા નામો સાથે રહે છે હંમેશા ખતરાની શક્યતા- 
રિપોર્ટ્સ અનુસાર થોડાક દિવસો પહેલા સ્ટ્રીટ વ્યૂ અને એપલ લૂક એરાઉન્ડએ એપલના સીઇઓ ટિમ કૂક (Tim Cook)ના ઘરને બ્લર કરી દીધુ. આવુ કોઇ અસામાજિક તત્વો દ્વારા તેમનો પીછો કરવાની આશંકાના કારણે કરવામાં આવ્યુ. 


આ રીતે તમે હટાવી શકો છો ઇમેજ-
જો તમને પણ કોઇ અનહોની થવાની આશંકા છે, તો તમે પણ આ બન્ને કંપનીઓનો સંપર્ક કરીને તમારા ઘર કે લૉકેશનની તસવીરને બ્લર કે હટાવી શકો છો. આમ કરવા માટે તમારે કંપનીનો સંપર્ક કરવો પડશે. તમે તમારી ફરિયાદને કંપનીના ઇમેઇલ આઇડી (Email ID) પર મોકલી શકો છો. નીચે અમે બન્ને કંપનીઓ માટે કમ્પલેન્ટ સાથે જોડાયેલા કેટલાક પેજને તમારી સાથે શેર કરી રહ્યાં છીએ. અહીં તમે ક્લિક કરીને પણ કમ્પેન્ટની પ્રક્રિયાને આગળ વધારી શકો છો. 


- ગૂગલ સ્ટ્રીટ વ્યૂ


- એપલ લૂક એરાઉન્ડ

 


આ પણ વાંચો........


'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે


'તારક મહેતા....'માં જેના નવા જેઠાલાલ બનવાની ચર્ચા છે એ સૌરભ ઘાડગે કોણ છે ? શાના કારણે થયો છે પ્રખ્યાત ?


ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી


Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર


જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ


Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત