Upcoming Smartphones in November: આ નવેમ્બર મહિનામાં ભારતીય માર્કેટમાં કેટલાય નવા સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવી શકે છે, જેમાં કેટલાક નામનુ લિસ્ટ આજે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ. જાણો લૉન્ચ થનારા અપકમિંગ સ્માર્ટફોન્સ વિશે........


OnePlus Nord N300 - 
આ ફોન ગયા અઠવાડિયે ગ્લૉબલ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે, ફોનમાં HD+ ડિસ્પ્લે, રિફ્રેશ રેટ, MediaTek Dimensity 810 પ્રૉસેસર, 4GB RAM અને 64GB સ્ટૉરેજ મળે છે, ફોટોગ્રાફી માટે ફોનમાં 48MP નો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં બેટરી 5,000mAhની છે. ભારતમાં આ નવેમ્બરમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. 


Realme 10 Series - 
Realmeએ કન્ફોર્મ કર્યુ છે કે, તે આગામી નવેમ્બર મહિનામાં Realme 10 Series લૉન્ચ કરવાની છે. હાલમાં કંપનીએ લૉન્ચિંગ ડેટની જાહેરાત નથી કરી. જોકે, લીક્સનુ માનીએ તો આને 5 નવેમ્બરે લૉન્ચ કરવામાં આવી શકે છે. આ સીરીઝ અંતર્ગત કેટલાક ફોન્સ લૉન્ચ થઇ શકે છે. 


Infinix ZERO ULTRA 5G - 
આ ફોન તાજેતરમાં જ BIS વેબસાઇટ પર સ્પૉટ કરવામાં આવ્યો હતો, જેનાથી આને ભારતમાં લૉન્ચની પુષ્ટી થઇ છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત આનો 200MP કેમેરો અને 180W ના ફાસ્ટ ચાર્જિંગ છે. અનુમાન છે કે આ સ્માર્ટફોન નવેમ્બરમાં લૉન્ચ થઇ શકે છે. 


Redmi Note 12 - 
આ સીરીઝ તાજેતરમાં જ ચીનમાં લૉન્ચ થઇ છે. માનવામાં આવી રહ્યું છે કે આને ભારતમાં આગામી મહિને નવેમ્બરમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. આ સીરીઝમાં ચાર સ્માર્ટફોનને લૉન્ચ કરવામાં આવ્યા છે, જેમાં Redmi Note 12 5G, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro Explorer Edition અને Redmi Note 12 Pro+ સામેલ છે. 


Nokia G60 5G - 
નોકિયાએ પોતાના નવા હેન્ડસેટ Nokia G60 5Gને ભારતમાં લૉન્ચિંગનુ એલાન કર્યુ છે. કંપની તરફથી ટ્વીટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ડિવાઇસની બેકપેનલને બતાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ડિવાઇસને આગામી નવેમ્બરમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. ફોનમાં 120Hz ડિસ્પ્લે, Snapdragon 695 ચિપસેટ, ત્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 4500mAhની બેટરી આપવામાં આવી શકે છે.