Jio, Vi, Airtel: આજકાલ ટેલિકૉમ માર્કેટમાં સસ્તાં ઇન્ટરનેટ પ્લાનની ચર્ચા ખુબ થઇ રહી છે. જોકે, અત્યારે તમામ ટેલિકોમ કંપનીઓએ પોતાના પ્લાન મોંઘા પણ કરી દીધા છે. થોડા મહિના પહેલા જ Jio, Airtel અને Vodafone Idea એ પોતાના તમામ પ્લાન મોંઘા કરી દીધા છે. કંપનીઓના આ પગલા બાદ તેમના પ્લાન લગભગ 600 રૂપિયા મોંઘા થઈ ગયા છે, ત્યારબાદ મોબાઈલ યૂઝર્સની મુશ્કેલી વધી ગઈ છે. સામાન્ય રીતે આ કંપનીઓની મોટાભાગની યોજનાઓ ફક્ત 28 દિવસ માટે હોય છે, પરંતુ કેટલાક પ્લાન એક મહિનાની માન્યતા સાથે પણ હોય છે, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. આ આર્ટિકલમાં અમે તમને Jio, Airtel અને Viના માસિક પ્લાન વિશે બતાવી રહ્યાં છીએ.


રિલાયન્સ જિઓના માસિક પ્લાન 
Jio પાસે 319 રૂપિયાનો પ્લાન છે જેની વેલિડિટી એક મહિનાની છે એટલે કે જો તમે 1લી તારીખે રિચાર્જ કરાવ્યું હોય તો તમારે આવતા મહિનાની 1લી તારીખે જ રિચાર્જ કરાવવું પડશે. આમાં તમને 31 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળે છે. આ સિવાય દરેક નેટવર્ક પર દરરોજ 100 SMS અને અમર્યાદિત કૉલિંગ ઉપલબ્ધ છે.


ભારતી એરટેલના માસિક પ્લાન 
એરટેલનો 379 રૂપિયાનો પ્લાન છે જેમાં દરરોજ 2GB ડેટા મળે છે. આ પ્લાન સાથે, બધા નેટવર્ક્સ પર અનલિમીટેડ 5G અને અનલિમીટેડ કૉલિંગ ઉપલબ્ધ છે. આ પ્લાન સાથે 31 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે.


વૉડાફોન-આઇડિયાના માસિક પ્લાન 
Viનો માસિક પ્લાન રૂ. 218 છે. અનલિમીટેડ કોલિંગ ઉપરાંત કુલ 3GB ડેટા અને 300 SMS ઉપલબ્ધ છે.


આ પણ વાંચો


Jio-Airtel સામે દેસી કંપનીની ધમાલ, ત્રણ મહિના સુધી ફ્રી ઇન્ટરનેટ, સાથે 18 ઓટીટી સબ્સક્રીપ્શન અને સ્માર્ટ ટીવી