Samsung Offer: નવા વર્ષમાં સેમસંગ પોતાની નવી સીરીઝ લઇને આવવાની છે. આમાં જુની સીરીઝના ફોન્સની કિંમતમાં ઘટાડો કરવામા આવ્યો છે, જેના વિશે અમે તમને અહીં જાણકારી આપી રહ્યાં છીએ. Samsung Galaxy S20 FE 5Gની કિંમતમાં 35000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 


કિંમત અને ઓફર-
Samsung Galaxy S20 FE 5Gની અમેઝોન પર કિંમત 39,990 રૂપિયા છે, આ ફોન પર 14900 રૂપિયા સુધીનુ એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહ્યું છે. મતલબ આ ફોનને જો તમારો જુનો ફોન આપીને ખરીદો છો તો તમને જુના ફોનની કિંમત 14900 રૂપિયા સુધી મળી શકે છે. વળી, બેન્ક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 1500 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોનને 1882 રૂપિયામાં મહિનાના હપ્તા પર પણ ખરીદવાની ઓફર છે. 


Samsung Galaxy S20 FE 5Gના ફિચર્સ
Samsung Galaxy S20 FE 5Gમાં 6.5 ઇંચની O Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120Hzનો છે, કેમેરાની વાત કરીએ તો આમાં ત્રિપલ રિયર સેટઅપ આપવામાં આવ્યા છે, અને એક કેમેરો 8 મેગાપિક્સલનો છે. વળી, આના ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો પંચ હૉલ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 4500mAH ની બેટરી આપવામાં આવી છે. બેટરી સુપર ફાસ્ટ ચાર્જિંગ, ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગની સાથે આવે છે. ફોનમાં સિક્યૂરિટી માટે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યુ છે.


હવે આના ફિચર્સની વાત કરીએ તો આ ડ્યૂલ સિમ સ્માર્ટફોન છે, જે 5G કનેક્ટિવિટી સાથે આવે છે. આ ફોન ગૂગલની એન્ડ્રોઇડ 11 પર કામ કરે છે. ફોનમા ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865 ઓક્ટાકોર પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. ફોનમાં 8GBની રેમની સાથે 128GB ની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેને મેમરી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે. 


 


આ પણ વાંચો


Kashi Vishwanath Corridor: PM મોદી આજે જે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે, તેની વિશેષતા શું છે જાણો


 Kashi Vishwanath Corridor: PM મોદીનો બનારસને લઈને સૌથી મોટો સંકલ્પ પૂર્ણ, આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે ઉદ્ઘાટન, જાણો શું સંપૂર્ણ કાર્યક્રમ


Petrol Diesel Rate Today 13 December 2021: જાહેર થઇ પેટ્રોલ ડિઝલની નવી કિંમત, જાણો આપના શહેરમાં શું છે રેટ


Omicron: દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 5 નવા કેસ, આ રાજ્યોમાં મળ્યા સંક્રમિત દર્દીઓ, કુલ કેસની સંખ્યા થઈ 38