Best Prepaid Plans: ભારતીય માર્કેટમાં અત્યારે ટેલિકૉમ કંપનીઓ વચ્ચે બિઝનેસ રેસ લાગી છે, દરેક કંપની સસ્તાં ઇન્ટરનેટ સાથે બીજા કેટલાય બેનિફિટ્સ આપીને ગ્રાહકોને આકર્ષવા પ્રયાસમાં લાગી છે, ત્યારે આ બધાની વચ્ચે સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ પ્લાન કયો તે સવાલ તમામ લોકોના મનમાં ઉભો થઇ રહ્યો છે. આ માટે તાજેતરમાં જ વૉડાફોનના પ્લાન પર નજર કરો તો બહુજ સારુ રહેશે. વૉડાફોન આઈડિયાએ 2 નવા સસ્તા પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યા છે. હાલમાં આ યોજનાઓ કેટલીક મર્યાદિત જગ્યાઓ પર ઉપલબ્ધ છે. કંપનીએ 198 રૂપિયા અને 204 રૂપિયાના બે પ્લાન લૉન્ચ કર્યા છે.


198 રૂપિયા અને 204 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 30 દિવસ માટે ટૉક ટાઇમ લાભો અને 500mb ડેટા મળે છે. આ બંને પ્લાન હાલમાં મુંબઈ અને ગુજરાત સર્કલમાં અવેલેબલ છે. આ બંને પેકમાં કૉલ્સ 198 રૂપિયા અને 204 રૂપિયા 2.5p પ્રતિ સેકન્ડના દરે ચાર્જ કરવામાં આવે છે. આ યોજનાઓ એવા લોકો માટે સારી છે જેઓ વધુ કૉલિંગ કરે છે અને ઓછું ઇન્ટરનેટ ઇચ્છે છે.


આ ઉપરાંત Vodafone-Ideaએ 17 રૂપિયાનું રિચાર્જ પેક પણ લૉન્ચ કર્યું છે જે દેશભરમાં અવેલેબલ છે. આ પ્લાન મોડી રાત 12 થી સવારે 6 વાગ્યાની વચ્ચે અનલિમીટેડ ડેટા લાભ આપે છે. આવી જ રીતે 57 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 7 દિવસની વેલિડિટી અને રાત્રે 12 થી સવારે 6 વાગ્યાની વચ્ચે અનલિમિટેડ ડેટાનો લાભ મળે છે.


VI નો સૌથી સસ્તો માસિક પ્રીપેડ પ્લાન 195 રૂપિયા છે જેમાં તમને ડેઇલી 3GB ઇન્ટરનેટ, અનલિમીટેડ કૉલિંગ અને 300 SMSનો લાભ મળે છે.


એરટેલની વાત કરીએ તો, સૌથી સસ્તો મન્થલી પ્લાન 195 રૂપિયાનો છે, જેમાં તમને 3GB ઇન્ટરનેટ, અનલિમીટેડ કૉલિંગ, 300 SMS લાભો અને ડેઇલી 5 રૂપિયાનો ટૉક ટાઇમ મળે છે. આ ઉપરાંત કંપની તેના પોતાની વિંક મ્યૂઝિક અને ફ્રી હેલૉટ્યૂન્સનો લાભ પણ આપે છે.


Jioનો સૌથી સસ્તો મન્થલી પ્લાન 259 રૂપિયાનો છે. આમાં તમને એક મહિના માટે ડેઇલી 1.5GB ઇન્ટરનેટ, 100 MMS અને અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે. આ ઉપરાંત કંપની Jio Cinema, Jio TV અને Jio Cloudનું સબસ્ક્રિપ્શન પણ આપે છે. નોંધ અમે ત્રણેય કંપનીઓના મન્થલી પ્લાન લીધા છે અને 28 દિવસ કે તેથી ઓછા સમયના પ્લાન લીધા નથી.