WhatsApp Feature: મેટાના સ્વામિત્વ વાળી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પોતાના યૂઝર્સને કેટલાક શાનદાર ફિચર્સ ઉપલબ્ધ કરાવે છે. આ ફિચર્સના લિસ્ટમાં નવુ Message Reaction ફિચર સામેલ છે. આ ફિચરને વર્ષની શરૂઆતમાં જ એપ સાથે જોડવામાં આવ્યુ છે. આ ફિચરની મદદથી યૂઝર્સ મેસેજ પર ઇમૉજી દ્વારા રિએક્શન્સ આપી શકે છે. આ ફિચર એન્ડ્રોઇડ, આઇઓએસ અને ડેસ્કટૉપ તમામ યૂઝર્સ માટે અવેલેબલ છે.
મેસેજ રિએક્શન ફિચર -
આ ફિચરની મદદથી યૂઝર્સ પોતાની પર્સનલ અને ગૃપ ચેટમાં આવેલા મેસેજ પર ઇમૉજી દ્વારા રિએક્શન આપી શકે છે. એટલુ જ નહીં યૂઝર્સ મેસેજની નીચે રિએક્શન ઇમૉજી પર ક્લિક કરીને રિએક્શનને જોઇ પણ શકે છે. અહીં એ પણ સ્પષ્ટ કરી દઇએ છીએ કે એક મેસેજ પર ફક્ત એક રિએક્શન જ એડ કરી શકાય છે. આની સાથે જ મેસેજ પર આવેલા રિએક્શનને ગૃપમાં એડ તમામ મેમ્બર્સ જોઇ શકે છે. તે જોઇ શકે છે કે કોને રિએક્ટ કર્યુ છે, અને શું રિએક્શન કર્યુ છે.
મેસેજ રિએક્શન ફિચરનુ નૉટિફિકેશન -
જ્યારે વૉટ્સએપ યૂઝર્સ આ ફિચરનો ઉપયોગ કરી કોઇને મેસેજ પર રિએક્શન આપે છે, તો બીજા યૂઝરને નૉટિફિકેશન મળે છે. કેટલાક લોકોને આ નૉટિફિકેશન પસંદ આવે છે, તો કેટલાક લોકોને નથી આવતુ. પરંતુ જે લોકોને આ રિએક્શન પસંદ નથી આવતુ અને તે આનાથી છુટકારો મેળવવા ઇચ્છતા હોય તો તેના માટે ખાસ ટ્રિક્સ છે, જેની મદદથી તમે આ મેસેજ નૉટિફિકેશનને બંધ કરી શકો છો. તમે અહીં બતાવેલા સ્ટેપ્સ પ્રમાણે WhatsApp પર આવેલા રિએક્શન નૉટિફિકેશનને ઓફ કરી શકો છો.
WhatsApp Reaction Notificationને ઓફ કરવાની રીત -
સૌથી પહેલા વૉટ્સએપ ખોલો.
આ પછી હૉમ પેજ પર રાઇડ સાઇડમાં આવી રહેલા ત્રણ ડૉટ પર ક્લિક કરો.
હવે અહીં પર સેટિંગ પર ક્લિક કરો.
પછી નૉટિફિકેશનના ઓપ્શનને સિલેક્ટ કરો.
અહીંથી તમે સ્ક્રૉલ ડાઉન કરીને નીચે આવો.
આ પછી જો તમે સિંગલ ચેટ માટે નૉટિફિકેશન ઓફ ઇચ્છો,
તો મેસેજ સેક્શનમાં આવી રહેલા રિએક્શન નૉટિફિકેશન ટૉગલને ઓફ કરી દો.
આ ઉપરાંત, જો ગૃપ ચેટ માટે રિએક્શન નૉટિફિકેશન ઓફ ઇચ્છો છો, તો ગૃપ ચેટ સેક્શનમાં આના ટૉગલને ઓફ કરી દો.
આ પછી આસાનીથી રિએક્શન નૉટિફિકેશન ઓફ થઇ જશે.