કોરોનાની મહામારીમાં લોકો બહાર જવાનું અવોઇડ કરે છે. આ સ્થિતિમાં સિનેમા ઘરો પણ બંધ છે. લોકો આ સમયે સ્માર્ટ ટીવી પર જ વેબ સિરીઝ અને ફિલ્મો જોવાની મજા લે છે. હાલ બજારમાં સ્માર્ટ ટીવી, સ્લિમ  અને એડવાન્સ મળી રહ્યાં છે. જો કે તેમાં સાઉન્ડ ક્વોલિટી થોડી ઉતરતી હોવાથી વેબસીરિઝ ફિલ્મ જોવાની મજા નથી આવતી. , જો તમે પણ તમારા સ્માર્ટ ટીવી માટે વધુ સારા સાઉન્ડબાર શોધી રહ્યા છો, તો અહીં અમે તમને કેટલીક વિશેષ સાઉન્ડબાર વિશે માહિતી આપી રહ્યા છીએ, જે આપને માટે ઉપયોગી સાબિત થશે.  


 ZOOOK Studio Solo સાઉન્ડ બાર એક સારો ઓપ્શન સાબિત થઇ શકે છે. તે 50 Watts  સાઉન્ડ આઉટપુટ સાથે આવે છે. ખાસ વાત એ છે કે, તેમાં સબવૂફર બિલ્ટ મળશે, જેના કારણે આપને દમદાર સાઉન્ડ મળશે. તેની ક્વોલિટી ખૂબ જ શાનદાર હોય છે. તેમાં 1800mAhની બેટરી આપવામાં આવી છે. ફુલ ચાર્જ માટે તે 4 કલાકનો સમય લે છે.  ફુલ ચાર્જ થયા બાદ તે 3 કલાકનું બેકઅપ આપે છે. તેમાં એલઇડી લાઇટ્સ છે. કનેક્ટિવિટી માટે, તેમાં બ્લૂટૂથ, યુએસબી અને એએક્સની સુવિધા છે. તમારા સ્માર્ટફોન સિવાય, તમે તેને સરળતાથી ટીવીથી કનેક્ટ કરી શકો છો. સામાન્ય રીતે કોઈ પણ સ્માર્ટ ટીવીમાં 20 વોટથી 30 વોટનું audioઆઉટપુટ મળે છે. 



JBL SB110 સાઉન્ડબાર 


JBL SB110નું ના સાઉન્ડની દુનિયામાં ખૂબ જ પોપ્યુલર છે. જે 110  Watts સાઉન્ડ આઉટપુટ સાથે આવે છે. આ સાઉન્ડ બાર ડોબ્લી ડિજિટલને સપોર્ટ કરે છે. તેમાં 4 નાના વૂફર પણ હોય છે. જે ખૂબસ દમદાર સાઉન્ડ આપવા માટે મદદગાર સાબિત થાય છે. ક્નેક્ટિવિટી માટે માટે બ્લૂટૂથ અને HDMI ARC ની પણ સુવિધા મળે છે. તેને આપ સરળતાથી આપના સ્માર્ટટીવીમાં ક્નેક્ટ કરી શકો છો. 


Philips HTL1045 સાઉન્ડબાર
ઓડિયા વિડીયો સેગમેન્ટમાં  Philips ખૂબ જ જુનુ નામ છે. આપ કંપનીના Philips HTL1045 મોડલ પસંદ કરી શકો છો. આ કંપનીના 100 સિરીઝનું સાઉન્ડબાર છે.  જે 10watts સાઉન્ડ આઉટપુટથી આવે છે. તે ઇનબિલ્ટ સબવૂફરની સાથે હોય છે. કનેક્ટિવીટી માટે તેમાં બ્લુટૂથ HDMI ARCની સુવિધા  મળે છે. તેને આપ સરળતાથી સ્માર્ટ ટીવી સાથે કેનેક્ટ કરી શકો છો. તેની ડિઝાઇન પર કોમ્પેક્ટ છે. જેથી તેને સરળતાથી ફિટ કરી શકો છો.