WhatsApp: વૉટ્સએપનો ઉપયોગ અત્યારે સૌથી વધુ થઇ રહ્યો છે. આના એક અબજથી વધુ યૂઝર્સ છે, કંપની પણ પોતાના યૂઝર્સને બેસ્ટ બનાવવા માટે વધુમાં વધુ સારા ફિચર્સ અપડેટ આપી રહી છે. જોકે, કેટલીક થર્ડ પાર્ટી એપ્સ એવી છે, જે આના એક્સપીરિયન્સને વધુ મજેદાર બનાવી રહી છે. આમાં ઓટોમેટિક મેસેજ, ડિલીટ કરવામાં આવેલા મેસેજને વાંચવા, અને બીજુ ઘણુબધુ સામેલ છે. અહીં અમને તમે એવી 3 ખાસ કામની એપ્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમને કામ આવશે.......... 


WAMR (ડબલ્યૂએએમઆર) - 
WAMR એપને કેટલાક પ્રારંભિક સેટિંગની આવશ્યકતા હોય છે, પરંતુ આના સ્ટાર્ટ થયા બાદ તમે તમારા કોઇ મિત્ર, સહકર્મી કે પોતાના બૉસને એ પુછવાનુ ભૂલી જશો કે શું મેસેજ ડિલીટ કરવામાં આવ્યો હતો. આ એપ તમને ડિલીટ કરાયેલા મેસેજને વાંચવાની સુવિધા આપે છે. 


WhatsAuto રિપ્લાય - 
વૉટ્સએપનો ઉપયોગ કરનારા કેટલાય લોકો આ એપનો ખુબ ઉપયોગ કરી રહ્યાં છે. ખાસ કરીને વ્યવસાય અને ધંધાદારીઓ આ એપથી ગ્રાહકોને રિપ્લાય આપી રહ્યાં છે. જ્યારે તમે ઉપલબ્ધ ના હોય ત્યારે આ એપથી WhatsAuto રિપ્લાય તમે એક ડિફૉલ્ટ ટેક્સ્ટ સાથે જવાબ આપી શકો છો.  


ક્યૂબ એસીઆર (Cube ACR) - 
મનોરંજન કે કામ સંબંધિત કારણોસર તમને ક્યારેક ક્યારેક વૉટ્સએપ કૉલ રેકોર્ડ કરવાની આવશ્યકતા બની જાય છે. આ એપ તમને વૉટ્સએપ કૉલ રેકોર્ડ કરવાની સુવિધા આપે છે. ક્યૂબ એસીઆર એન્ડ્રોઇડમાં તમને માત્ર વૉટ્સએપ કૉલ જ નહીં પરંતુ, ઝૂમ અને તેના જેવી અન્ય એપ્સમાથી પણ કૉલ રેકોર્ડ કરવામાં મદદ કરે છે. 


ડિસ્કેલ્મર - ઉપર બતાવવામાં આવેલી તમામ એપ્સ થર્ડ પાર્ટી એપ્લીકેશન છે, આના ઉપયોગથી વૉટ્સએપના કેટલાક સુરક્ષા ફિચર્સ બાયપાસ થઇ શકે છે. તમે તમારા જોખમથી આનો ઉપયોગ કરો.


 


WhatsApp યૂઝર્સને મળશે આ નવી સુવિધા, ચેટ અને ડેટા રહેશે એકદમ સુરક્ષિત, જાણો નવા અપડેટ વિશે.......
WhatsApp, દુનિયાભરના વૉટ્સએપ યૂઝરને બહુ જલદી એક નવી સુવિધા મળવા જઇ રહી છે, કંપની પોતાના યૂઝર્સને વધુને વધુ યૂઝર ફ્રેન્ડલી બનાવવા માટે નવા નવા ફિચર્સ રિલીઝ કરી રહી છે, હવે રિપોર્ટ છે કે કંપની સ્ક્રીન લૉક સુવિધા પણ આપશે, આ માટે હાલમાં ટેસ્ટિંગ શરૂ થઇ ગયુ છે, અને બહુ જલદી આને રૉલઆઉટ કરી દેવામાં આવશે, જાણો શું છે આ સુવિધા ને કઇ રીતે થશે મદદરૂપ... 


WABetainfoના એક રિપોર્ટ પ્રમાણે કંપની હવે એક ખાસ ફિચર એટલે કે સ્ક્રીન લૉક પર કામ કરી રહી છે, આ હાલમાં બીટા ટેસ્ટર્સમા છે, અને આગામી દિવસોમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. રિપોર્ટસ પ્રમાણે, હવે કંપની વૉટ્સએપ ડેસ્કટોપ યૂઝર્સ પણ સુરક્ષિત વૉટ્સએપનો ચેટનો અનુભવ મેળવી શકશે, આવનારા સમયમાં કૉમ્પ્યુટર અને લેપટોપ પર વૉટ્સએપ વેબ સર્વિસ યૂઝ કરનારા યૂઝર્સને સ્ક્રીન લૉક ફિચર્સ મળી શકે છે. ડેસ્કટોપ પર વોટ્સએપ ચલાવવા માટે યૂઝર – પાસવર્ડ સેટ કરી શકાશે. આ ફિચર આવ્યા પછી વૉટ્સએપ ચલાવવું વધુ સુરક્ષિત થશે. જોકે આ મુદ્દે કંપનીએ કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.


આ નવા સ્ક્રીન લૉક ફિચરની વાત કરીએ તો આને રૉલઆઉટ કર્યા બાદ યૂઝર્સે ડેસ્કટૉપ પર વૉટ્સએપ ચલાવવા માટે દર વખતે પાસવર્ડ નાંખવો પડશે, જે મોટા ભાગ ફેસબુક જેવુ બની જશે. આનાથી યૂઝર્સની પ્રાઈવસી અને સિક્યોરિટી બન્ને વધુ મજબૂત બની જશે.