જો તમારા બેંક ખાતામાં બેલેન્સ ન હોય તો પણ તમે કોઈપણ મુશ્કેલી વગર UPI ચૂકવણી કરી શકો છો.આ માટે તમારે કોઈ ત્રીજા વ્યકિતને કૉલ કરવાની કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની જરૂર નથી. BHIM UPI એક એવી સુવિધા પ્રદાન કરે છે જે તમારા બેંક ખાતા ખાલી હોવા છતાં પણ ચૂકવણી કરવાની મંજૂરી આપે છે. ચાલો જોઈએ કે આ સુવિધા શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે.

Continues below advertisement

BHIM UPI ની UPI Circle  ફીચર

BHIM UPI માં UPI Circle  નામની એક નવી સુવિધા છે. તે તમને તમારા UPI ખાતામાંથી પરિવાર અને મિત્રો સહિત જાણીતા લોકોને ચુકવણી કરવાની મંજૂરી આપે છે. આ કરવા માટે યૂઝર્સે પહેલા તે લોકોને સર્કલમાં ઉમેરવા પડશે જેમને તેઓ તેમના ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરવા માટે પરવાનગી આપવા માંગે છે. યૂઝર્સ પાસે આ વ્યવહારો માટે મર્યાદા સેટ કરવાનો વિકલ્પ પણ છે અને તેઓ દરેક વ્યવહારને પહેલાથી જ મંજૂરી આપી શકે છે. આ સુવિધા વૃદ્ધ પરિવારના સભ્યો અથવા જેમની પાસે બેંક ખાતું નથી અથવા જેઓ તેમના ખાતા સાથે UPI નો ઉપયોગ કરતા નથી તેમના માટે મદદરૂપ થશે.

Continues below advertisement

UPI Circle  કેવી રીતે સેટ કરવું ?

BHIM UPI પર UPI Circle  સેટ કરવા માટે  એપ્લિકેશન ખોલો અને "UPI Circle" પર ટેપ કરો. "ફેમિલિ અને મિત્રો " વિકલ્પ પસંદ કરો. તમે ઇચ્છિત વપરાશકર્તાને ઉમેરી શકો છો જેને તમે તમારા એકાઉન્ટ પર વ્યવહાર કરવાની પરવાનગી આપવા માંગો છો. આ વ્યક્તિને તેમના ફોન નંબર અને UPI ID નો ઉપયોગ કરીને ઉમેરી શકાય છે. પછી તમને સ્પેન્ડ વિથ લિમિટ અને અપ્રૂવલ રિક્વાયર્ડનું ઓપ્શન જોવા મળશે. જેમાં તમારી મરજીના  વિકલ્પ પસંદ કરો અને પુષ્ટિ કરો. જો તમે "સ્પેન્ડ વિથ લિમિટ" પસંદ કર્યું છે, તો સર્કિલમાં ઉમેરાયેલ વ્યક્તિ તે મર્યાદા કરતાં વધુ ખર્ચ કરી શકશે નહીં. જ્યારે  "અપ્રૂવલ રિક્વાયર્ડ" પસંદ કરે છે તો તમારે દરેક વ્યવહાર પહેલાં ચુકવણી મંજૂર કરવાની જરૂર પડશે. 

આ સુવિધાને એક્ટિવ કરવી ખૂબ જ સરળ છે. BHIM UPI એપ્લિકેશન ખોલો પછી સર્કિલ વિભાગમાં જાઓ. અહીં, તમે નવા સભ્યો ઉમેરી શકો છો અને દરેક સભ્ય માટે મર્યાદા સેટ કરી શકો છો. એકવાર સેટ થઈ ગયા પછી તમે જે લોકો પર વિશ્વાસ કરો છો તેઓ તમારી પરવાનગી વિના કોઈપણ વધારાના ખર્ચ વિના તમારા બેંક ખાતામાંથી મર્યાદિત રકમ ટ્રાન્સફર કરી શકશે.

સૌથી મોટો ફાયદો એ છે કે તમારે હંમેશા તમારા ખાતામાં પહેલાથી લોડેડ ભંડોળ રાખવાની જરૂર નથી. જરૂર પડ્યે ચુકવણી કરવા માટે તમે તમારા પરિવાર અથવા નજીકના મિત્રો પર વિશ્વાસ કરીને તમારા પૈસા સુરક્ષિત રાખી શકો છો. આ સુવિધા ખાસ કરીને એવા પરિવારો માટે મહત્વપૂર્ણ છે જ્યાં વૃદ્ધ લોકો નાણાકીય વ્યવહારો પોતે કરે છે અથવા બાળકો તેમના માતાપિતાને મદદ કરે છે. 

વધુમાં, UPI સર્કલ તમને ડિજિટલ વ્યવહારો દરમિયાન છેતરપિંડી ટાળવામાં મદદ કરે છે, કારણ કે દરેક વ્યવહાર માટે તમારી પરવાનગી જરૂરી છે. સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશનના ભાગ રૂપે UPI સર્કલ સુવિધા ડિજિટલ ઇન્ડિયા ધ્યેયને વધુ મજબૂત બનાવે છે. આ સુવિધા ભારતમાં કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપે છે અને વપરાશકર્તાઓને વધુ સુરક્ષિત ડિજિટલ ચુકવણી અનુભવ પ્રદાન કરે છે.